Placeholder canvas

ટંકારા: ગૌતમભાઈ વામજાએ જન્મદિવસે પાણીના કુંડા, ચકલી ઘર, માટીના માળાનું વિના મૂલ્યે વિતરણ કર્યુ.

ટંકારા તાલુકાની ઓનલી ફોર શેર નોટ અ સેલના કાર્યકરોની ઉપસ્થિતિમાં ગ્રાહક સુરક્ષા મંડળ – લાયન્સ કલબ ઓફ સીટીના પ્રમુખ ગૌતમભાઈ વામજા નો જન્મદિવસ નિમિત્તે પાણીના કુંડા, ચકલી ઘર, માટીના માળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું

સેવાકીય પ્રવૃતિઓ કરવામાં અગ્રેસર ટંકારા યુવા ટિમના ગૌતમ વામજાએ જન્મ દિવસ નિમિત્તે લતીપર ચોકડી ખાતે ઓવરબ્રિજ નીચે પંખી પારેવડાને આશ્રય સ્થાન અને તરસ છીપાવવા માટે 500 પાણીના કુંડા 500 ચકલીના માળા તથા 500‌થી વધુ લોકોને લીંબુ સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટંકારા તાલુકા પંચાયત પ્રમુખના પતિ પ્રભુભાઈ કામરિયા ટંકારા પી એસ આઈ એચ આર હેરભા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઈ મહેતા લાઇન્સ ક્લબ રમેશભાઇ રૂપાલા ભાવિન સેજપાલ, નિલેશ પટણી, રસિક દુબરીયા, પરેશ ઉજરીયા, હસમુખ દુબરીયા, જીતેન્દ્ર ખોખાણી, ફાગલિયા ટોળ, ચન્દ્રકાંત કટારીયા, રાજલ અધેરા, વિ કે ઝાલા, જયેશ ભટાસણા, મારૂતિ સેવા ગુર્પ ટંકારા સહિતના સેવકગણો કાર્યક્રમને સફળ બનાવવામા ખુબ મહેનત કરી હતી.

આ સમાચારને શેર કરો