ઉન્નાવ રેપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, હોસ્પિટલમાં નિધન

ઉન્નાવ રેપ પીડિતા આખરે જિંદગી સામેનો જંગ હારી ગઈ છે. શુક્રવારે રાત્રે 10:40 વાગ્યે સફદરગંજ હોસ્પિટલમાં તેનું મોત થઈ ગયું હતું.

હોસ્પિટલના બર્ન અને પ્લાસ્ટિક સર્જન વિભાગના એચઓડી ડૉક્ટર શલભ કુમારે પીડિતાના નિધનની પુષ્ટિ કરતા જણાવ્યું કે, રાત્રે આશરે 11:10 વાગ્યે પીડિતાના હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ડૉક્ટરોના તમામ પ્રયાસો છતાં તેની હાલતમાં કોઈ સુધારો થઈ શક્યો ન હતો, અને રાત્રે 10:40 વાગ્યે તેને મૃત જાહેર કરી દેવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશની નિર્ભયા 90 ટકા સુધી બળી ગયેલી એ અંતિમ ઘડી સુધી હાર માની ન હતી. ગુરુવારે રાત્રે નવ વાગ્યા સુધી તે ભાનમાં હતી. જ્યાં સુધી ભાનમાં હતી અને કહેતી હતી કે, મને જીવતી સળગાવનારા લોકોને છોડશો નહીં. જે બાદમાં તેણી બેશુદ્ધ બની ગઈ હતી. ડૉક્ટરોએ તેને બચાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા હતા. તેને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવી હતી, પરંતુ તેણી ભાનમાં આવી જ ન હતી. આખરે તે જિંદગી સામેનો જંગ હારી ગઈ હતી.

આ સમાચારને શેર કરો