Placeholder canvas

SITની રચના, 10 દિવસમાં રિપોર્ટ -પ્રદીપસિંહની જાહેરાત

ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી લેવામાં આવેલી બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે બે દિવસથી હજારો પરીક્ષાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર આંદોલન કરી રહ્યા છે. આ મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારોનો આગેવાન યુવરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે પરીક્ષાર્થીઓની મહેનત અળે જશે નહીં. પરીક્ષા દરમિયાન જે ઘટના બની છે તેની તપાસ ચાલું છે. તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવશે.

પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે વિદ્યાર્થી આગેવાનોની બેઠક આવતી કાલે કરવામાં આવશે અને તેનો અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે. આ પ્રતિનિધિઓમાં યુવરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, હાર્દિક પ્રજાપતિ, ભાવસિંહ સરવૈયાનો સમાવેશ થાય છે.એસઆઈટીનો રિપોર્ટ આવે ત્યાં સુધી પરિણામ અનામત રાખવામાં આવશે. આવશ્યકતા પડશે ત્યાં રાજ્યનું ગૃહ વિભાગ, ફોરેન્સિક સાયન્સ વિભાગ પણ સીટને મદદ કરશે. પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ગાંધીનગરમાં રહેવા માટે લાઈબ્રેરીની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવશે. નવી લાઈબ્રેરીની જરૂર હશે તો પણ એ બનાવવા માટે મુખ્યમંત્રીએ સહમત થયા છે.

સીટના ચેરમને તરીકે અગ્રસચિવ કમલ દાયાણીની નિમણૂક કરવામાં આવી છે. આ સિવાયમાં સીટમાં ગાંધીનગરના રેન્જ આઈજી મયુરસિંહ ચાવડા, મનોજ શશીધરન (એડિશનલ ડીજીપી- સીઆઈડી) અને જીએડીના અધિક સચિવ જ્વલંત ત્રિવેદી (સભ્ય સચિવ)નો સમાવેશ કરાયો છે.

પરીક્ષાર્થીઓ અને તેમના પ્રતિનિધિઓની મુખ્ય માગણી એ હતી કે આ કૌભાંડની તપાસ કરનારી સીટમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના એક પણ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવે નહીં. આ બાબતને રાજ્ય સરકારે સ્વીકારી છે અને સીટની અંદર ગૌણ સેવા પસંદગી મંડળના એક પણ સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો