એ જાગતા રહેજો: વાંકાનેર શહેર અને આસપાસમાં ચોરીના બનાવો વધ્યા

વાંકાનેર: છેલ્લા એક અઠવાડિયાથી વાંકાનેર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તાર કે રહેણાંકોમાં ચોરીના બનાવોમાં એકદમ ઉછાળો આવ્યો છે.

છેલ્લા એક અઠવાડિયામાં ભાટીયા સોસાયટી માં ત્રણથી ચાર ચોરીના બનાવ બન્યા છે. ગુલશન પાર્કમાં એક ચોરીનો બનાવ બન્યો છે. ચંદ્રપુરમાં એક દુકાનમાં ચોરીનો બનાવ અને વાંકાનેર શહેરમાંથી ચાર મોટરસાયકલ ચોરીની ઘટના સામે આવી છે.

આમાં અમુક ઘટના પોલીસ મથક સુધી પહોંચી છે અને અમુક ઘટના પોલીસ મથકે પહોંચી નથી અને જે પોલીસ મથકે પહોંચી છે તેમની પોલીસે એક સાદી અરજી લઈને કામ પતાવી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે એવુ સામે આવેલ છે કે પોલીસ ચોરીના બનાવની અરજી લઈ લે પછી જયારે ચોર કે માલ પકડાય ત્યારે જૂની પડેલ અરજી મુજબ એફ.આઇ.આર નોંધીને ઝડપ થી ગુનાની તપાસ કરી અને ચોરને પકડી પાડયાની વાહવાહિ લુટવામાં આવી હતી.

આમ વાંકાનેર શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ચોરે શિયાળો આવી ગયાની જાહેરાત કરી દીધી છે. હવે જેમ ઠંડી વધશે તેમ ચોરીના બનાવો વધશે, લોકોએ સાવચેત રહેવું અને લોકોના રક્ષક ઉપર કેટલો ભરોસો કરવો એ લોકો ખુદે નક્કી કરવું તેમના હિતમાં છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો