Placeholder canvas

રાજકોટ: 4000 લીટર બનાવટી દૂધ સાથે વંથલીના બે શખ્સને ઝડપાયા

રાજકોટ: તહેવાર નિમિતે મીઠાઈઓ અને દૂધની બનાવટોની માંગ વધી હોય જેથી શહેરમાં ઠલવાતા ભેળસેળ યુકત બનાવટી દૂધનો રાજકોટ શહેર એલસીબી ઝોન-1ની ટીમે પર્દાફાશ કર્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પોલીસે 4000 (મીટર બનાવટી દૂધ ભરેલું ટેન્કર ઝડપી લઈ વંથલીના બે શખ્સોને દબોચી લીધા હતા.અને રૂ।.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

મળતી વિગત મુજબ હાલમાં જન્માષ્ટમી પર્વ દરમ્યાન મીઠાઈઓ તથા દૂધની બનાવટમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થતુ હોય જે અટકાવવા તથા ભેળસેળયુકત ખાધ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરી મનુષ્યના આરોગ્ય સાથે ચેડા કરતા લોકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરી અધિકારી દ્વારા સુચના થયેલ હોય જે અન્વયે પીએસઆઈ આર.એચ.કોડીયાતર તથા એલ.સી.બી. ટીમના સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમ્યાન સયુકત બાતમીના આધારે બીડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રીનલેન્ડ ચોકડી પુલ પાસેથી ટેન્કરમાં બનાવટી ભેળસેળ યુકત દુધનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કાર્ય કરવામાં આવી છે.

પોલીસે ટેન્કર લઈ નિકળેણ સાજણ લાખા કરમટા (રબારી) (રહે.ઘણફુલીયા,તા.વંથલી, જિ.જૂનાગઢ) અને જીગર માલદે ગમારા (ભરવાડ) (રહે. ઝાપોદર, તા.વંથલી, જિ.જૂનાગઢ)ને દબોચી લીધા હતા. આ બન્ને શખ્સ દૂધનો વેપાર કરે છે. આ બનાવટી દૂધ મીઠાઈ બનાવવા ઉપયોગ લેવાતું હોવાની શંકા છે. હાલ દૂધના સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલાયા છે. રૂ।.80 લાખની કિંમતના દૂધનો નાશ કરવા તજવીજ કરાઈ છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
આ સમાચારને શેર કરો