Placeholder canvas

એક વર્ષમાં કેટલા નવા વર્ષ ઉજવાય ?

હિન્દુઓનું નવું વર્ષ એટલે દિવાળીનો બીજો દિવસ એટલે કે પઈળવો, નૂતનવર્ષની શરુઆતએ તીથી મુજબ આસો વદ અમાસનો બીજો દિવસ કાર્તિક માસનો પ્રથમ દિવસ કાર્તિક સુદ એકમ પરંપરા પ્રમાણે એક મહાઉત્સવની ઉજવણી સ્વરુપે આ પર્વ ઉજવાય છે. મહારાષ્ટ્રમાં ગુડી પળવો તરીકે ઉજવાય.

હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્રી વર્ષ પ્રતિપદાએ નવુ વર્ષ એપ્રિલ માસમાં પણ નવું વર્ષ ઉજવાય છે. મુસ્લીમ કેલેન્ડર મુજબ મહોરમ વર્ષનો પ્રથમ માસ અને તેનો પહેલો દિવસ એટલે નવું વર્ષ પારસીઓનું નવું વર્ષ એટલે નવરોઝ ર૧ માર્ચ એ પતેતી કે નવરોઝ તરીકે ઉજવાય છે.

નવા વર્ષની ઉજવણી માટેની તૈયારીઓ માટે ઘરની સફાઇ આગલા ઘણા દિવસોથી શરુ થાય નવા વર્ષની ઉજવણીમાં નવા કપડા, નવી વસ્તુઓની ખરીદી નવા વર્ષના દિવસે સગા-સંબંધી મિત્રોના ઘરે જવું અભિનંદન પાઠવવા, શુભ કામનાઓ પાઠવવી મિઠાઇ ફરસાણ બનાવવામાં આવે છે. ઘર ઇમારોતોને શણગારવામાં આવે. પંજાબીઓનું નવું વર્ષ બૈશાખી, નાનકશાહી કેલેન્ડર નો પ્રથમ દિવસ ૧૩ કે ૧૪ એપ્રિલે આવે છે.

બુઘ્ધધર્મમાં વિવિધ દેશોમાં વિવિધ દિવસોએ નવું વર્ષ ઉજવાય ત્રણ દિવસ સુધી ઉજવાતા નવા વર્ષનું પર્વ એપ્રિલ માસના પ્રથમ પુનમના દિવસથી ત્રણ દિવસ સુધી ઉજવાય છે.સીંધી લોકોનું નવું વર્ષ એટલે ચેટીચાંદનો પર્વ ચૈત્ર માસના બીજા દિવસે જુલેલાલના જન્મ દિનના માનમાં ઉજવાય છે.ઇસાઇ લોકોનું નવું વર્ષ વિશ્ર્વભરમાં સ્વીકારાયેલું કેલેન્ડર મુજબ જાન્યુઆરીના પ્રથમ દિવસે ઉજવાય છે.

ભારતનાં વિવિધ રાજયોમાં વિવિધ દિવસોએ નવા વર્ષની ઉજવણી વર્ષભરમાં અનેક દિવસોએ લોકોનાં ધમૃ મુજબ પરંપરા મુજબ માન્યતાઓ પ્રમાણે નવ વર્ષપર્વ ઉજવાય છે. જેમાં લોકોના ધર્મ મુજબ કે પ્રથા મુજબ પુજા પાઠ કે વિધિ વિધાન મુજબ ઉજવણી કરવામાં આવે છે. લોકોના વિવિધ પ્રદેશની વિવિધતા પ્રમાણેનાં પહેરવેશ તે પ્રદેશ મુજબની વાનગીઓ તથા તેમનાં રૂઢી ગત રીવાજો મુજબની ઉજવણી કરે છે.

હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સવંતનું નવું વર્ષ ચૈત્ર માસના પ્રથમ દિવસે ઉજવાય જે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રથમ દિવસ હોય છે. જે દિવસે ગ્રહ અને નક્ષત્રમાં પરિવર્તન થાય છે. તામીલનાડુમાં પોંગલ ૧૪ જાન્યુઆરીના નવું વર્ષ ઉજવાય, કાશ્મીરી કેલેન્ડરમાં ૧૯ માર્ચના નવરેહ ના દિવસે નવું વર્ષ ઉજવાય આમ ભારતના વિવિધ રાજયોમાં મૌસમ બદલાવ પ્રમાણે તીથી મુજબ, નક્ષત્રો ગ્રહોના સ્થાન બદલાવ મુજબ તો કયાંક પાકની લાગણીનાં અનુસંધાને નવ વર્ષ ની ઉજવણી થાય. જેમાં સર્વ લોકો હર્ષ, ઉત્સાહ આનંદ ઉમંગથી જોડાઇ છે. નવ વર્ષની ઉજવણી થી જીવનમાં નવો રંગ ઉમેરાય છે. જીવનમાં આનંદના નવા રંગોનો સંચાર થાય છે. અને જીવન ઉત્સાહ સંબંધોમાં નવી લાગણીઓનો વધારો થાય છે. -રચના આચાર્ય

આ સમાચારને શેર કરો