skip to content

વાંકાનેર: 27 નેશનલ હાઇવે પર બે ભયંકર અકસ્માત, બેના મોત,એક ગંભીર…

વાંકાનેર: આજે વહેલી સવારે 27 નેશનલ હાઇવે પર બે ભયંકર અકસ્માત થયા છે. તેમાં બેના મોત અને એકની ગંભીર ઈજા પહોંચી છે. છેલ્લા બે દિવસમાં 27 નેશનલ હાઇવે પર વાંકાનેર પાસે ત્રણ ગંભીર અકસ્માત થયા છે જેમાં ત્રણના મોત અને બે ને ગંભીર ઈજા પહોંચી છે.

મળેલી માહિતી મુજબ આજે વહેલી સવારે વાંકાનેર તાલુકાના જોધપર ગામના ખારી વિસ્તાર પાસે એક બંધ ટ્રક પાછળ બીજો ટ્રંક ઠાઠામાં ખુશી ગયો હતો. આ પાછળનો ટ્રક કચ્છ ભુજમાંથી વાલ (ખાદ્ય કઠોળ) ભરીને ચેન્નાઈ તરફ જઈ રહ્યો હતો એકસીડન્ટ થતા તેમના ડ્રાઇવરને પગમાં સામાન્ય ઇજા પહોંચી હતી તેમને 108 ને ફોન કરીને હોસ્પિટલે ગયો હતો. જ્યારે આ એકસીડન્ટ બાદ પાછળથી આવતું એક મોટરસાયકલ ટ્રકની પાછળ ઘૂસી ગયું હતું. જેમાં કુલ સવાર ત્રણ વ્યક્તિઓમાં મોટરસાયકલ ચાલક અને એક છોકરાનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેમને 108 માર્ચ પર વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ તેમની ગંભીર હાલત હોવાના કારણે રાજકોટ રિફર કરેલ છે. આ ટ્રીપલ અકસ્માતમાં સૌથી આગળના ટ્રકનો ડ્રાઈવર મોકો મળતા ટ્રક લઈને ભાગી ગયો છે.

જ્યારે બીજું અકસ્માત નેશનલ હાઈવે પર કોઠી ગામના બસ સ્ટેન્ડ પાસે બે કાર વચ્ચે અકસ્માત થયેલ છે હાલમાં ત્યાં કાર પડી છે તેમાં ડ્રાઇવરને સામાન્ય ઇજા થઈ હોવાની માહિતી મળી છે.

અત્રે યાદ અપાવી દઈએ કે શુક્રવાર રાત્રે પણ નેશનલ હાઇવે પર રેલવે બ્રિજ પાસે ટ્રક અને એકટીવા નું અકસ્માત થતાં એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું અને એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેમને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં તેમનો પગ કાપવો પડ્યો છે. આમ છેલ્લા બે દિવસમાં હાઇવે ઉપર કુલ ત્રણ અકસ્માત થયા છે જેમાં ત્રણના મોત અને બે ને ગંભીર ઈજા પહોંચે છે 27 નેશનલ હાઇવે હવે ગોજારો બની રહ્યો છે.

આ ભયંકર એકસીડન્ટનો લાઇવ વિડિયો જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://facebook.com/252411140496064

આ સમાચારને શેર કરો