Placeholder canvas

વાંકાનેર: દીપડાએ ફરી પાછું મફતિયાપરામાં પાંચ બકરાનું મારણ કર્યું…

આ વિસ્તારના લોકો રાત્રીના બહાર નીકળતા પણ ફફડે છે, 10 દિવસમાં 17 બકરાનું દીપડાએ મારણ કર્યું…

વાંકાનેર: દિપડાએ હવે વાંકાનેરના ગઢીયા વિસ્તારને પોતાનું રહેઠાણ બનાવી દીધું હોય એવું લાગે છે છેલ્લા દસ દિવસમાં આરોગ્ય નગર દાતાર વિસ્તારના મફતિયાપરામાં 17 બકરાનું મરણ કર્યું છે. આ વિસ્તારના લોકો રાત્રે બહાર નીકળતા પણ હવે ફફડી રહ્યા છે.

મળેલી માહિતી મુજબ ગત રાત્રે બે થી અઢી વાગ્યાની આસપાસ ગાયત્રી મંદિર પાસે આવેલા દાતાર વિસ્તારના મફતિયા પરામાં રહેતા દેવીપુજક પંકજ જયંતીભાઈના વાડામાં બાંધેલા પાંચ બકરા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને પાંચમાંથી ચાર બકરાના મોત થયા છે, જ્યારે એક બકરુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે.

પંકજભાઈ દેવીપુજક ઝુપડામાં રહે છે, આ વિસ્તારમાં દીપડો સતત દેખાઈ રહ્યો છે જેથી ડરના માર્યા તે પાડોશના ઘરે રાત્રે સુવા જતા રહે છે, આ લોકો આજે સવારે 5:00 વાગ્યાની આસપાસ ઉઠીને જ્યારે આવ્યા ત્યારે તેમના વાડામાં બકરા મરેલા પડ્યા હતા અને ત્યાં દીપડાના સગડ દેખાયા હતા. પંકજભાઈ પોતે ચા ની લારીમાં નોકરી કરે છે અને તેમના પત્ની કાપડના ગાભા વેચવા નો વ્યવસાય કરે છે.સાથોસાથ આવા નાના બકરાઓને ઉછેરીને મોટા કરી બે પૈસા રડી બે પૈસા કમાવવા માટે મથામણ કરી રહ્યા છે, ત્યારે અચાનક દીપડાના હુમલાના કારણે આ પરિવારના બે પૈસા બચાવી ને કંઈક કરવાના આરમાન ઉપર પાણી ફરી વળ્યું છે.

વન વિભાગએ લોકોને ભયભીત કરી મુકનાર આ દીપડાને પકડવા માટે તાત્કાલિક ધોરણે પગલાં લઈને દીપડાને પાંજરે પુરીને લોકોને સલામતી આપવા માટે કમર કસવી રહી તેથી આજે પશુનું મારણ કરી રહેલો દીપડો કોઈ માનવ જાનહાની ન કરી બેશે તે માટે વહેલામાં વહેલી તકે વન વિભાગ તમામ દિશામાં સઘન પ્રયત્નો કરવા રહ્યા…

આ સમાચારને શેર કરો