Placeholder canvas

લીંબડી-બગોદરા હાઇવે પર ટ્રક ચાલકે 20 ઘેંટાને કચડી નાખ્યા…

લીંબડી બગોદરાનો નેશનલ હાઈવે પર માનવ જિંદગી તો હણાતી રહે છે. પરંતુ આ હાઈવે ઉપર પસાર થનારા જનાવરો પણ સલામત ન હોવાનું સામે આવ્યું છે. માલધારી પોતાના જનાવરો લઈ અને બગોદરા હાઈવે ઉપર પસાર થઈ રહ્યા હતા. તેવા સમયે યમદૂત સ્વરૂપ ટ્રકના ચાલકે માલધારીઓના જનાવરો પર ટ્રક ફેરવી દેવાતા ઘટનાસ્થળ ઉપર જ 20થી વધુ ઘેટાના મોત નિપજ્યા છે. જ્યારે અનેક ઘેટાઓ ઘાયલ થયા છે. અને મોત સામે ઝઝુમી રહ્યા છે.

​​​​​​​હાઇવે ઉપર હાલમાં 20 ઘેટાના મોતથી માલધારી સમાજમાં શોક ફેલાઈ જવા પામ્યો છે. હાઇવે ઉપર લોહીની નદીઓ વહેવા લાગી હતી. ત્યારે સામાન્ય વાહન ચાલકો પસાર થતા હતા. ત્યારે તેમના મનમાં પણ અરેરાટી ફેલાઈ જવા પામતી હતી, આ માલધારી અમદાવાદથી બગોદરા અને બગોદરાથી લીંબડી તરફ આવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની છે.

હાલમાં માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે તાત્કાલિક અસરે બગોદરા પોલીસે ટ્રકના ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ હાલમાં જેના 20 ઘેટા કચડી નાખ્યા છે. અને મોતને ઘાટ ઉતાર્યા છે. જ્યારે 15થી 20 ઘેટા હાલમાં મરણ પથારીએ મોત સામેં ઝઝુમી રહ્યા છે. ત્યારે હાલમાં માલધારી સમાજની રોજીરોટી છીનવાઈ જવા પામી છે.

તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો