મોરબી-રાજકોટ હાઈવે પર ત્રિપલ અકસ્માત, કારમાં સવાર દંપતીને ઈજા

મોરબી-રાજકોટ હાઈવે પર ટ્રકે ઠોકર મારતા કાર અન્ય કાર સાથે અથડાઈ કારમાં સવાર દંપતીને ઈજા, સદનસીબે જાનહાની નહિ

મોરબી રાજકોટ હાઈવે ફોરલેન કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હોય અને અકસ્માતોના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં આજે હાઈવે પર એક ટ્રકે કારને ઠોકર મારતા કાર અન્ય કાર સાથે અથડાઈ હતી અને ત્રિપલ અકસ્માતમાં કાર સવાર દંપતીને ઈજા પહોંચી હતી.

બનાવની મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઈવે પર લજાઈ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં જીજે ૦૧ સયું ૩૩૯૮ નંબરના ટ્રકે અલ્ટો કારને ઠોકરે ચડાવી હતી અને અલ્ટો કાર ઉછળીને અન્ય એક બોલેરો પીકઅપ સાથે અથડાઈ હતી જે અકસ્માતના બનાવમાં કારમાં સવાર જેતપુર કાઠીના વતની જમનભાઈ બારોટ અને તેની પત્નીને ઈજાઓ પહોંચી હતી અને અકસ્માતને પગલે 108 ટીમના સલીમભાઈ બનાવ સમયે સ્થળ પર હાજર હોય જેને તુરંત 108 અને ટંકારા પોલીસને જાણ કરી હતી અને ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે ખસેડાયા હતા.

રાજકોટ હાઇવે કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હોય અને આજે વધુ એક અકસ્માત સર્જાયો છે જેથી વાહનચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અકસ્માત બાદ ટ્રાફિક પણ સર્જાયો હતો અને ટંકારા પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •