મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને સીપીઆઈ ટીમે ઝડપી લીધો
મોરબી જીલ્લામાંથી ૧૮ વર્ષથી નીચેના સગીર ભગાડી જવાના ગુન્હાઓ શોધી કાઢવા સીપીઆઈ ટીમ કાર્યરત હોય દરમિયાન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને સીપીઆઈ ટીમે ઝડપી લીધો છે.
જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના અને માર્ગદર્શન હેઠળ તેમજ ડીવાયએસપી રાધિકા ભારાઈના સુપરઝીન હેઠળ મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર આઈ એમ કોઢિયાની ટીમ મોરબી તાલુકા વિસ્તારમાં થયેલ સગીરા અપહરણના ગુન્હાની તપાસમાં હોય જેમાં આરોપી નવઘણ રણછોડ મકવાણા રહે નાની બરાર તા. માળિયા વાળો ભોગ બનનાર સગીરાને લક્ષ્મીનગર ગામેથી અપહરણ કરી ગયો હતો.
જે અપહરણના આરોપીને ઝડપી લેવા સીપીઆઈ ટીમના અનંતરાય પટેલ, વિક્રમસિંહ ભાટિયા, અરવિંદસિંહ પરમાર અને મહેશભાઈ ડાંગર તપાસમાં હોય અને ભોગ બનનાર તેમજ આરોપી મોરબી માળિયા ફાટક નેશનલ હાઈવે પાસે વોચમાં હોય ત્યારે માળિયા તરફથી ચાલીને આવતા આરોપીને ઝડપી લેવાયો હતો અને ભોગ બનનાર સગીરાને શોધી કાઢવામાં સફળતા મળી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…