વડોદરાના સારાભાઈ કેમ્પસમાં પિસ્તોલ સાથે ખુંખાર હિતુભા ઝાલાને ઝડપી પાડતી ATS
વડોદરા: ગેન્ડા સર્કલ નજીક આવેલા સારાભાઇ કેમ્પસમાં K-10 બિલ્ડીંગ પાસેથી ખુંખાર હિતુભા ઝાલાને એ.ટી.એસની ટીમે દબોચ્યો
હિતુભા ઝાલા સામે ફાયરિંગ, હત્યા જેવા અનેકો ગુના નોંધાયેલા છે.
મોરબીના ચકચારી ફાયરિંગ કેસમાં હિતુભા ઝાલાની અગાઉ ATSએ ધરપકડ કરી હતી. મોરબીના ચકચારી મુસ્તાક મીરની હત્યા અને તેના ભાઇ આરીફ મીર પર હુમલામાં સંડોવાયેલા હિતુભા ઝાલા વર્ષ 2019માં ધ્રાંગધ્રા પાસેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો.
વડોદરાના ગેન્ડા સર્કલ પાસેના સારાભાઇ કેમ્પસમાં આજે બપોરના સમયે ગુજરાત ATSની ટીમ ત્રાટકી હતી. જોકે ગુપ્ત રાહે ચાલી રહેલા આ મીશનની શહેર પોલીસને ગંધ સુદ્ધા આવી ન હતી. દરમિયાન બપોરે બે વાગ્યાની આસપાસ સફેદ રંગની ફોર્ચ્યનર કારમાં સવાર એક શખ્સને કેટલાક લોકોએ ફિલ્મી ઢબે દબોચી લેતા આસાપાસમાં ઉભેલા લોકો સ્તબ્ધ રહીં ગયા હતા. જોકે આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, ફોર્ચ્યુનર કારમાં સવાર બીજુ કોઇ નહીં પણ ખુંખાર હિતુભા ઝાલાની ATSએ ધરપકડ કરી તેની પાસેથી એકથી વધુ પીસ્તોલ કબજે કરી હતી.
મોરબીના ચકચારી મુસ્તાક મીરની હત્યા અને તેના ભાઇ આરીફ મીર પર કરાયેલા હુમાલના પ્રકરણમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર શનાળાના હિતુભા ઝાલાની વર્ષ 2019માં એ.ટી.એસએ ધરપકડ સાબરમતી જેલમાં મોકલી દેવાયો હતો. ફાયરીંગ મામલે મોરબીની કોર્ટમાં તારીખ હોવાથી તેને કોર્ટમાં રજૂ કરવા માટે અમદાવાદથી પોલીસ જાપ્તામાં લઇ જવાયો હતો. ત્યારે રસ્તામાં ધ્રાંગધ્રા પાસે હિતુભા ઝાલા પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો.
જોકે આ ઘટના ઓકટોબર 2019નમાં બની હતી. ત્યારથી હિતુભા ઝાલાને ભાગેડુ જાહેર કરી પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એ.ટી.એસની ટીમને ચોક્કસ બાતમી મળતા આજે સારાભાઇ કેમ્પસમાં આવેલી નાંમકિત રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરાયેલા સફેદ રંગની ફોર્ચ્યુનર કારમાંથી ખુંખાર હિતુભા ઝાલાને ઝડપી પાડવામાં આવ્યો હતો. એટીએસની ટીમે કારમાં તપાસ કરતા તેની પાસેથી એકથી વધુ પીસ્તોલ મળી આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે, તથા કારમાંથી રોકડ રકમ અને અન્ય બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…