Placeholder canvas

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે ઉપર બામણબોર પાસે ટ્રીપલ અકસ્માત, 3ને ગંભીર ઇજા.

રાજકોટ ચોટીલા હાઈવે ઉપર ટ્રીપલ અકસ્માત સર્જાવવા પામ્યો છે જેમાં ત્રણ વ્યક્તિઓને ઈજા થવા પામી છે અને હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે

ત્યારે તાત્કાલિક પોલીસ પહોંચી અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કર્યો હતો. જાણવા મળતી વિગતો અનુસાર ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે ઉપર બામણબોર ગામના પાટીયા પાસે આઇસર ડમ્પર અને યુટીલીટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ટ્રીપલ અકસ્માતમાં ત્રણેય વાહનોના ડાઈવરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

તાત્કાલિક 108 ને જાણ કારતા 108 ના પાયલોટ ડાઈવરે ઘટના સ્થળે પહોંચી અને ત્રણે વ્યક્તિઓને સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો