Placeholder canvas

આવતીકાલથી હીટવેવમાંથી થોડીક થશે રાહત : ગરમી 2 થી 4 ડીગ્રી ઘટશે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે પણ હીટવેવ કન્ડીશન અંતર્ગત કાળઝાળ ગરમી અને લુ યથાવત રહ્યા હતા અને હવે આવતીકાલ તા.14 થી 18 સુધી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગરમીમાં રાહત થશે અને તાપમાન ઘટીને ઠેરઠેર 40 ડીગ્રી આસપાસ થઈ જશે તેમ રાજય હવામાન વિભાગનાં ડાયરેકટર ડો.મનોરમા મોહંતીએ પત્રકારો સાથેની ખાસ વાતચીતમાં જણાવેલ હતું કે આવતીકાલથી પાંચ દિવસ માટે સમગ્ર રાજયમાં 2 થી 4 ડીગ્રી જેટલુ તાપમાન ઘટી જવા પામશે અને હવે પાંચ દિવસ રાજયભરમાં ગરમીમાં રાહત રહેવા પામશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હિટવેવ કન્ડીશન અંતર્ગત છેલ્લા એકાદ સપ્તાહથી રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં સુર્યદેવ કોપાયમાન થયા હતા અને ઠેરઠેર 43 થી 45 ડીગ્રી સુધી ઉંચુ તાપમાન નોંધાવા પામતા લોકો ત્રસ્ત બની ગયા હતા જોકે હવે આવતીકાલથી ગરમીમાં રાહત અનુભવાશે. દરમ્યાન આજરોજ બપોરે પણ આકરો તાપ અને ગરમ લુનો અનુભવ થયો હતો.

આ સમાચારને શેર કરો