રોડ પર ચાલી રહેલ ટ્રેકટર અચાનક પલટી ખાઈને ખાડામાં ખાબકયું !!
ધ્રાંગધ્રા માલવણ હાઇવે ઉપર હરીપર પાસે ટ્રેકટર પલ્ટી ખાઈ અને ખાડામાં ખાબકયું હતું. ધ્રાંગધ્રાથી રીપેર કરી હરિપર નજીક પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક સ્ટેરિંગ લોક થઈ જતા ટ્રેકટર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો રોડની બાજુમાં આવેલ ખાડમાં પલ્ટી ખાઈને ધડાકા ભેર ટ્રેકટર પટકાયું હતું.
આ અકસ્માતમાં ડ્રાઇવર ખેડૂત સહિત અન્ય બે લોકોનો આબાદ બચાવ થયો હતો. ખાડમા ખાબકેલું ટ્રેકટર ક્રેન મારફતે બહાર કાઢવામાં આવ્યું હતું હાઇવે ઉપર થોડો સમય માટે ટ્રાફિક જામ થયો હતો.