લીંબડી પાસે કાર વીજ પોલ સાથે ટકરાઈ ખેતરમાં ખાબકી: પાંચને ઈજા
લીંબડી તાલુકાના સોનઠા ગામે લગ્નપ્રસંગમાંથી પાંચ મિત્રો કારમાં પરત ફરી રહ્યા હતા. આ સમયે રસ્તામાં અચાનક કુતરુ આડુ ઉતરતા ચાલકે તેને બચાવવા જતા સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. એથી કાર રોડ પરના થાંભલા સાથે અથડાઈને સાઈડના ખેતરમાં ખાબકી હતી.
એથી કારમાં સવાર પાંચેય મિત્રોને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મયુરભાઈ સુરેશભાઈ(રહે.સુરેન્દ્રનગર), હરપાલસિંહ ગોવિંદસિંહ( રહે. દરોદ), વિશ્વરાજસિંહ પરમાર( રહે.સુરેન્દ્રનગર), કુલદીપસિંહ જોરુભા(રહે. શેખપર) તેમજ પ્રદ્યુમનસિંહ ચાવડા (રહે. સાયલા)ને 108ની ટીમે પ્રાથમિક સારવાર આપીને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.