Placeholder canvas

રાજ્ય સરકારે તબીબી સ્નાતક અભ્યાસક્રમનો તોતિંગ ફી વધારો પાછો ખેંચ્યો…

રાજ્ય સરકાર દ્વારા તબીબી સ્નાતક અભ્યાસક્રમ વર્ષ 2023-24માં 13 GMERS કોલેજોમાં સરકારી તેમજ મેનેજમેન્ટ ક્વોટામાં અસહ્ય ફી વધારો કર્યો હતો. જે મામલે ધારાસભ્યો તેમજ વાલીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જે મામલે સરકાર વિચારણા કર્યા બાદ GMERS કોલેજોમાં ફી વધારાનો નિર્ણય પરત ખેંચાયો છે.

હવે સરકારી ક્વોટાની ફી 5.50 લાખથી ફરી 3.30 લાખ કરાઈ છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 17 લાખથી ફરી 9.7 લાખ કરવામાં આવી છે. ત્યારે ફી વધારો પરત ખેંચાતા વાલીઓને સૌથી મોટી રાહત થવા પામી છે. વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવતા સરકાર દ્વારા ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો છે. ત્યારે હવે શૈક્ષણિક પ્રવેશ વર્ષ 2023-24 માં સરકારી ક્વોટાની ફી 3.30 લાખ કરાઈ છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 9.7 લાખ કરવામાં આવી છે. ત્યારે આ બાબતે રાજ્ય સરકાર દ્વારા વિચાર વિમર્શ કર્યા બાદ વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય કર્યો છે.

આ સમાચારને શેર કરો