Placeholder canvas

આજે ચાંદ દેખાયા : કાલે ઈદ

આજે ચાંદ દેખાયા, હવે આવતીકાલે મુસ્લિમ બિરાદ્રો ઈદ મનાવશે. આજે સૂર્યાસ્તના સમયે આકાશમાં ચાંદ દેખાવાની સાથે જ રમજાન મહિનો પૂર્ણ થયો અને શવ્વાલ મહિનો શરૂ થયો. શવ્વાલ મહિનાના પહેલા ચાંદે એટલે કે પહેલી તારીખે મુસ્લિમ બિરાદરો ઈદ મનાવતા હોય છે.

ઈદના દિવસે સૂર્યોદય થયા બાદ ઈદ માટેની ખાસ નમાજ પડવામાં Anil છે, તે માટે લોકો ઈદ માટેની નમાઝની ખાસ જગ્યા ઇદગાહ. પર એકી સાથે નમાજ પડવા માટે જાય છે. નમાજ પૂરું થયા બાદ લોકો એકબીજાને ભેટીને મુબારકબાદી આપે છે. તેમજ મોડામાં મોડું નમાજ પઢવા જતા પહેલા ગરીબ લોકોને ફિત્રા (આર્થિક મદદ) આપવામાં આવે છે. જેથી કરીને ગરીબ લોકો પણ ઈદ મનાવી શકે…

મુસ્લિમ બેરાદરો આખો રમઝાન મહિનામાં રોજા રાખે છે, આ રોજા દરમિયાન વહેલી સવારે 5:00 વાગ્યા થી સાંજે સાત,સવા સાત વાગ્યા સુધી કશું જ ખાવા પીવાનું હોતું નથી અને અલ્લાહની ઈબાદત કરવાની રહે છે. તેમજ શાહી-બે-નિશાબ ( આર્થિક રીતે સધ્ધર) લોકોએ જકાત કાઢવાની રહે છે. આમ આખો મહિનો આંકરા તપ,શબ્ર બાદ ખુદા તરફથી આપવામાં આવતું ઇનામ એટલે ખુશીનું પર્વ ઈદ… જે મુસ્લિમ બિરાદરો આવતીકાલે મનાવશે.. તમામ મુસ્લિમ બિરાદરોને ચાંદ મુબારક અને એડવાન્સમાં ઈદ મુબારક

આ સમાચારને શેર કરો