Placeholder canvas

મોરબીમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા, આજના કુલ કેસ 8

મોરબી જિલ્લામાં કોરોના કેસનો આંકડો થયો 129

મોરબી : મોરબીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે બપોર સુધીમાં 3 કેસ અને સાંજના વધુ 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક કેસ મોરબીના જેતપર મચ્છુ ગામે અને 4 કેસ મોરબી શહેરમાં નોંધાયા છે. આ સાથે સોમવારે કુલ કેસનો આંકડો 8 થઈ ગયો હતો અને મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 129 પર પોહચી ગયો હતો.

સોમવારે સવારમાં 3 કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાંજના વધુ 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે અંગે મળતી વિગત મુજબ મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામે સોનિવાડી શેરીમાં રહેતા નિરવભાઈ હરિલાલ પાંચોટીયા (ઉ.36) તેમજ મોરબી શહેરમાં નાની બજારમાં રહેતા ખાનસાબેન સલીમભાઈ (ઉ.20) અને મોરબી શહેરમાં નાની બજારમાં જ રહેતા દિનેશભાઇ હરિભાઈ પાટડીયા (ઉ.55)

અને મોરબી શહેરમાં માધાપર-26માં રહેતા જયોત્સનાબેન દેવેન્દ્રભાઈ પરમાર (ઉ.35) અને મોરબી શહેરના ગ્રીનચોક વિસ્તારની પારેખશેરીમાં આવેલી ગૌરાંગ શેરીમાં રહેતા મંજુલાબેન લાલજીભાઈ સોની (ઉ.80)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ લોકોના સેમ્પલ જામનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે આજે કુલ આઠ કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો આંકડો 129 પર પહોંચી ગયો છે.

આ સમાચારને શેર કરો