વાંકાનેર: કલેકટરના ચા- પાનના જાહેરનામાનો કેટલીક જગ્યાએ ભંગ, કયાંક જાહેરમાં ચાની કીટલીઓ ચાલુ
જવાબદાર અધિકારી પોતાની એસી ચેમ્બર છોડીને વાંકાનેર વાસીઓના હિતમાં જ્યા કલેકટરના જાહેરનામાનો ભંગ થાય છે ત્યાં કડક અમલવારી કરાવે….
ગઈકાલે મોરબી જિલ્લા કલેક્ટરે ચાની કીટલીઓ સંપૂર્ણ બંધ અને પાન પાર્લરમાં લોક ડીસ્ટન્સ જાળવીને માત્ર પાર્સલ સુવિધા ચાલુ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમને લઈને આજે મોટાભાગની ચાની કીટલીઓ બંધ છે પરંતુ અમુક જગ્યાએ જાહેર રસ્તા ઉપર બિનઅધિકૃત જગ્યામાં ચા ના કિટલી બિન્દાસ પણે ચાલુ છે.
પાન પાર્લરમાં લોક ડીસ્ટન્સની સાથે માત્ર પાર્સલ સુવિધા ચાલુ રાખવાની છે તો અમુક જગ્યાએ પાન પાર્લરમાં પણ લોકોના ટોળા જોવા મળ્યા છે. કલેક્ટરના જાહેરનામા પાન પાર્લર ચાલુ રાખવા માટેની શરતોનો અમલ લગભગ ક્યાંય થતો દેખાયો નથી.
જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે તે આખરે આમ જનતાના હિતમાં અને તેના આરોગ્ય અને સુખાકારી માટે જ બહાર પાડવામાં આવ્યું છે. કોરોનાને વધુ ફેલાતો અટકાવવા માટે કલેકટરે આ જાહેરનામું બહાર પાડ્યું છે પરંતુ તાલુકા કક્શાએ એમની અમલવારીમાં જવાબદાર અધિકારીઓ ઊંણા ઊતરી રહ્યા છે. જવાબદાર અધિકારીઓને પોતાની એસી ચેમ્બર છોડીને ગામમાં નિકળવું જોઈએ અને કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટેની તેમની જવાબદારી અને ફરજ બજાવીને કડક અમલવારી કરાવવા માટે પરસેવો પાડવો જોઈએ.
આ સાથે કપ્તાન વાંકાનેર શહેર અને તાલુકામાં વસતા તમામ નાગરિકોને અપીલ કરે છે કે કોરોના સંક્રમણને નાથવા માટે આપણે દરેકે સરકારે લીધેલા નિર્ણયો અને તેના અમલવારીમાં વહીવટી તંત્રને પૂરતો સહકાર આપવો જોઈએ કેમકે આ લડત માત્ર વહીવટી તંત્ર એકલા હાથે લડી શકે નહી, એમને જનતાનો પણ એટલો જ સહયોગ મળવો જરૂરી છે. હા જવાબદાર અધિકારીઓમાં ઈચ્છા શક્તિ હોવી ખૂબ જરૂરી છે અને એમનો અભાવ અત્યારે વાંકાનેરમાં દેખાઈ રહ્યો છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Gmb1H0H8ar4FxdlZEoiuoc
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…