આજે મોરબી જિલ્લામા કોરોનાનાં ૩૭૩ કેસ નોંધાયા
વાંકાનેર શહેરમાં ૦૭, વાંકાનેર તાલુકામાં ૦૬ કેસ નોંધાયા
મોરબી જિલ્લામાં આજની તારીખે કોરોના પોઝિટિવનાં ૩૭૩ કુલ કેસ નોંધાયા, જેમાં મોરબી શહેરી વિસ્તારમાં ૧૬૫ અને ગ્રામ્યમાં ૧૨૧ મળી મોરબીમા કુલ ૨૮૬ કેસ, તેમજ વાંકાનેર માં કુલ ૧૩ (શહેરી વિસ્તાર માં ૦૭+ગ્રામ્ય માં ૦૬) , હળવદ મા ૨૦ કેસ(૦૧+૧૯) , ટંકારામાં ૩૯ , જ્યારે માળિયા માં ૧૫ કેસ નોંધાયા છે. આજની તારીખે કુલ એક્ટિવ કેસ ૧૬૮૩ છે, તેમજ ૭૬ વ્યકિત સાજા થતા ડીસચાર્જ કરેલ છે.
આજે લેવાયેલ સેમ્પલ ૧૭૪૮ લેવાયેલ સેમ્પલ જેમાં ૩૭૩ કોરોના પોઝિટિવ આવેલ છે. આજ સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૮૭૮૯ ની સંખ્યા છે , જ્યારે આજ સુધી સાજા થનારની સંખ્યા ૬૫૬૭ હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગની એક યાદીમાં જણાવવામા આવેલ છે.