Placeholder canvas

જેતપરડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે ઇન્દ્રજીતસિંહ ઝાલાની હેટ્રિક

વાંકાનેર: તાજેતરમાં ગ્રામ પંચાયતની થયેલ ચૂંટણીમાં હવે નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ મીટીંગ બોલાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રથમ મીટીંગ ઉપસરપંચની વરણી કરવાની હોય છે.

આજે વાંકાનેર તાલુકાના જેતપરડા ગ્રામ પંચાયતમાં ચૂંટણી બાદ પ્રથમ મીટિંગ મળી હતી જેમાં ઉપસરપંચની વરણી માટે પ્રક્રિયા હાથ ધરી હતી જેતપરડા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે માત્ર ઝાલા ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહનું એક જ ફોર્મ ભરાતા તેઓની બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેઓ સતત ત્રીજી વખત ઉપસરપંચ બનીને હેટ્રીક નોંધાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ વનરાજસિંહ બહાદુરસિંહ ઝાલા ના પ્રયત્નોથી જેતપરડા ગ્રામ.પંચાયત માં ક્યારેય ચુટણી થતી નહોતી. તેઓના મિલનસાર સ્વભાવ અને લોકોને ગમે ત્યારે સમયે મદદરૂપ થવાની ભાવનાથી ગામમાં ખુબ લોકચાહના હતી. તેમના અવસાન પછી પણ તેમના દિકરા ઇન્દ્રજીતસિંહ ને જ ગામ લોકોએ ઉપ સરપંચ બનાવ્યા હતા, ઈન્દ્રજીતસિંહ આ સતત ત્રીજી વખત બિનહરીફ ઉપસરપંચ થયા છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો