Placeholder canvas

વાંકાનેર: ધારાસભાની ચૂંટણીના આજે 12 ફોર્મ ઉપડ્યા,ટોટલ 13

વાંકાનેર: વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું અને ફોર્મ ઉપડવાની અને ભરવાની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે ત્યારે પ્રથમ દિવસે 67 વાંકાનેર વિધાનસભાની ચૂંટણીમાં એક ફોર્મ ઉપડ્યું હતું પરંતુ આજે એકી સાથે 12 ફોર્મું પડતા ફોર્મ ઉપડવાનો ટોટલ 13 પર પહોંચ્યો છે.

તા. ૦૫/૧૧/૨૦૨૨
(૧) નારણભાઈ મનજીભાઈ અજાડીયા- અપક્ષ

તા. ૦૭/૧૧/૨૦૨૨
(૧) મહંમદજાવીદ પીરઝાદા – કોગ્રેસ
(ર) ઈરફાન પીરઝાદા, કોગ્રેસ
(3) હાસમ હુશેન બાંભણીયા, અપક્ષ
(૪) ઉસ્માનગની માજીભાઈ, અપક્ષ
(૫) હુશેન અહમદ બાદી, અપક્ષ
(૬) મહેબુબ જમાલ પીપરવાડીયા, અપક્ષ
(૭) નરેન્દ્ર વિરા દેંમડા, અપક્ષ
(૮) નરેન્દ્રસિંહ નટુભા ઝાલા, અપક્ષ
(૯) જીતેશ રૂપાભાઈ સાંતોલા, અપક્ષ
(૧૦)રાજુભાઈ રામજીભાઈ રીંબડીયા, અપક્ષ
(૧૧)લવજીભાઈ લાલજીભાઈ અંબાલીયા, અપક્ષ
(૧૨) ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા, બ.સ.પા.

67 વાંકાનેર વિધાનસભાની સીટ પર આપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યા છે પરંતુ હજુ ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી, આમ છતાં આજે ચાલુ ધારાસભ્ય જાવીદ પીરઝાદા અને તેમના નાના ભાઈ ઈરફાન પીરઝાદાએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ઉપાડેલ છે! જેથી એવું કહી શકાય કે હવે તેમની ટિકિટ ફાઇનલ છે.

હજુ ભાજપમાંથી કોને ટિકિટ મળશે? તે એક મોટો પ્રશ્નાર્થ છે. એક તરફ ભાજપના 2017ની ચૂંટણીના ઉમેદવાર જીતુભાઈ સોમાણી અને વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી તેમજ 14 જેટલા કોળી આગેવાનોએ ભાજપમાંથી ટિકિટ માંગી છે. હજુ સુધી વાંકાનેરનું કંઈ નક્કી નથી થયું ત્યારે ભાજપની ટિકિટ કોને મળે છે એ જોવું રહ્યું અને તેમની ઉપર ચૂંટણીનો જંગનો આધાર રહેલો છે. આજ સુધીમાં ભાજપના કોઈ આગેવાને ફોર્મ ઉપાડ્યું નથી એટલે હજુ ભાજપની ટિકિટ કોને મળશે એ કહી ન શકાય. આજે જે ફોર્મ ઉપડ્યા તેમાં મુસ્લિમોની સંખ્યા વધુ છે

આ સમાચારને શેર કરો