Placeholder canvas

ટંકારા: ટિટોડીએ એક ઉભું બે સામ સામે અને એક વિરોધ દિશામાં ઈંડા મુકીને અનુમાનકારોને પણ મુંઝવી દીધા.!!

ટંકારાની ઉમીયા ઓઈલ મિલના પટાંગણમાં એપ્રિલમાસની શરૂઆતમાં ચૈત્રી પુનમ પહેલા ટિટોડીએ ઈંડા મુક્યા જાણકારોના મગજ પણ ધુમરે ચડે એમ એક ઉભું બે સામ સામે અને એક વિરોધ દિશામાં રહેલા ઈંડાથી અનુમાનકારો પણ મુંઝવણમાં

ખેડૂતો અને પ્રકૃતિને પરસ્પર સિધ્ધો સંબધ હોય છે ઓણુકુ વરસ કેવું રહશે એ જીવનચક્ર આધેરે ભાખી દેતા આવ્યા છે જેમાં કિડિયારૂની સંગ્રહ કરવાની શરૂઆત હોય કે વા વંટોળ ને બફારો એના પરથી વરસાદી માહોલ કેવો જામશે એ જોતાં હોય છે એવીજ રીતે ટીટોડીના ઈંડા મુકવાની માન્યતા પણ વરસાદ સાથે સંબધ રાખે છે એવું ખેડૂતો માને પણ છે જો કે ક્લાઈમેટ ચેન્જની અસરથી હવે પ્રકૃતિમાં પરીવર્તન પણ આવ્યું છે. સામાન્ય રીતે વર્ષાઋતુના પ્રારંભ પૂર્વે ટીટોડીના ઈંડા જોઈ વરસાદ કેવો વરસશે તેનો વરતારો કાઢવામાં આવતો હોય છે, પરંતુ ટંકારના કલ્યાણપર ગામના સિમાડા નજીક લતીપર રોડ ઉપર ઉમીયા ઓઈલ મીલના પટાંગણમાં ચૈત્રી પૂનમ પહેલા એપ્રિલની શરૂઆતમાં ટીટોળીના ઈંડા જોવા મળતા કુતુહલ સર્જાયું છે.

ભડલી વાક્ય મુજબ ટીટોળીના ઈંડા કઇ દિશામાં હોય તો કેવો વરસાદ થાય તેનો ખ્યાલ આપવામાં આવ્યો છે, ઉતર ભરે તળાવડાં, દક્ષિણ કોરા જાય, પશ્ચિમ પલાળે પાઘડી, પૂર્વે તોડે પાર! જબલપુર કલ્યાણપર અને હિરાપર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ સુરેશભાઈ સવસાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફેક્ટરીની ખુલ્લી જગ્યામાં ટિટોડીએ ચાર ઈંડા આપ્યા છે પહેલી એપ્રિલે એક ઇંડુ હતું જે આજે 10 તારીખે ચાર ઈંડા જોવા મળ્યા છે એમા બે ઈંડા સામ સામે આડા પડ્યા છે તો એકની ચોચ નિચે જમીનમાં છે જ્યારે ચોથું વિરોધ દશામાં આડું પડયું છે. આમા આગોતરા આડાઅવળા ઈંડાથી જાણકારોને અનુમાન લગાવવું પણ અધરૂ બન્યું છે. જો કે, વરસાદ વરસવો તો કુદરતના હાથમાં છે છતાં પણ વર્ષોના અનુભવના નિચોડ અને પૃથ્વી ઉપર વનસ્પતિ અને પ્રાણીઓના સંકેતોને કળી હવામાન વિભાગની જેમ જ વરસાદની આગાહી કરવાની વર્ષો જૂની પરંપરા રહી છે.

આ સમાચારને શેર કરો