Placeholder canvas

ગોંડલ: નવા માર્કેટયાર્ડમાં મરચાની ભારીઓમાં લાગી વિકરાળ આગ…

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આજે મરચાના ગ્રાઉન્ડમાં મરચાની ભારીમાં આગ લાગી હતી.આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ટ્રાન્સપોર્ટ નગરની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાં ખેડૂતોએ ઉતારેલા મરચાની ભારીમાં આગ લાગતા ગોંડલ નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

ગોંડલ માર્કેટયાર્ડના દલાલ મંડળના પ્રમુખ યોગેશભાઈ ક્યાડાએ જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 2200 થી 2500 ભારી આગમાં ખાખ થઈ ગઈ છે. હજુ આશરે 13000 ભારી ગ્રાઉન્ડમાં પડેલી છે. આગ લાગવાની શરૂઆત થતા જ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, કર્મચારીઓ, વેપારી મંડળોએ સાથે મળીને ઘણીખરી બોરીઓ સળગતી આગમાંથી પણ બહાર કાઢીને બચાવી લેવામાં આવી છે. આશરે 12,000 ભારી બચાવવામાં સફળ થયા છીએ અને જે ખેડૂતોના મરચા બળીને ખાખ થયા છે જે કારોબારીની જે મીટીંગ યોજાશે તેમાં યોગ્ય ન્યાય અને યોગ્ય વળતર આપવામાં આવશે.

આ સમાચારને શેર કરો