Placeholder canvas

વાંકાનેર: તીથવામાં ખીહરમાં પશુને ચારો નાખવાની વર્ષો જૂની પરંપરા આજે પણ નિભાવાય છે.

વાકાનેર: તાલુકાના તીથવા ગામે મકરસ્કંતી નિમીતે તીથવા ગામ સમસ્ત દ્વારા ગાયો ને ધાસ ચારો નાખવાની ૩૫-૪૦ વર્ષા જૂની પરંપરા આજે પણ નિભાવવા આવે છે. આ પરંપરા મુજબ આજે સંક્રાતના દિવસે પણ ૧૦૦૦ ગાયોને ધાસ ચારો નાખવામા આવ્યો હતો.

આ વર્ષોથી ચાલતી આવતી પરંપરાને યથાવત રાખવામા આવે છે, તા. ૧૪ અને ૧૫ જાન્યુઆરી એમ બે દિવસ ગાયોને ધાસ ચારો નાખવામા આવે છે. આ કાર્યમાં થતા ખર્ચ માટે ગામ લોકો ફાળો આપે છે અને એ ફાળા દ્વારા એકત્રિત થયેલ રકમનો ચારો લઈને સંક્રાતના બે દિવસ ગાયોને ચારો નાખવામાં આવે છે.

આ કાર્ય પૂર્ણ કરવા માટે અને વર્ષો જૂની પરંપરા સાચવા માટે સમાજના આગેવાનો પરબત વાલાભાઈ લાવા, મહેન્દ્ર ધરમશીભાઈ ખોરજા, ઝાલાભાઈ સામતભાઈ સાટકા, રામા સામતભાઈ ફાગલિયા, ભરત મચ્છાભાઈ ફાગલિયા વગેરે યુવાનોએ જહૈમત ઊઠાવિ હતી

By રમેશ રાવા

આ સમાચારને શેર કરો