Placeholder canvas

વાંકાનેર: સિટી સ્ટેશન રોડ પર તારમાં ફસાયેલા કબુતરનું ફોરેસ્ટ ટીમે રેસક્યું કર્યુ.

વાંકાનેર: આજે બપોરના સમયે સીટી સ્ટેશન રોડ પર મહાવીરજીની બાજુમાં ઈલેક્ટ્રીક થાંભલા પાસે તારમાં એક કબૂતર ફસાઈ ગયું હતું અને તરફડિયા મારી રહ્યું હતું.

આ કબુતરને નિલેશભાઈ ખત્રીએ જોઈ જતા કપ્તાન ન્યુઝના કાર્યાલય પર ફોન કરીને આ કબૂતરને બચાવવા માટે ફોરેસ્ટ ટીમના ફોન નંબર માંગ્યા હતા કપ્તાને તેમને ફોન નંબર આપીને કપતાને પણ ફોરેસ્ટ ટીમને જાણ કરી હતી. ફોરેસ્ટ ટીમને જેવો આ મેસેજ મળ્યો તુરત જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કબૂતરને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.

કબુતર ઈલેક્ટ્રીક લાઈનના તારમાં દોરા સાથે ફસાયેલું હોવાથી તેમનું રેસ્ક્યુ કરવું થોડું મુશ્કેલ ભર્યું હતું પરંતુ ફોરેસ્ટ ટીમે આઇડીયો કરીને એક લાકડીના છેડે બ્લેડ બાંધી હતી અને દોર કાપીને ફસાયેલા કબુતરને મુક્ત કર્યું હતું. પરંતુ આ સમયે જો કોઈ નીચે કાપડ લઈને જીલ્યું હોત તો કબૂતર નીચે પડ્યું ત્યારે તેમને માર ન લાગ્યો હોત પણ ઉતાવળે આવું આયોજન કરવામાં શરત ચૂક થઈ હતી, પરંતુ કબૂતર બચી ગયું તેમને પાંખમાં ઈજાઓ હતી જેથી ફોરેસ્ટની ટીમ કબૂતરને તેમની સાથે લઈ જઈને ત્યાં સારવાર કરી હતી.

આ રેસ્ક્યુની કામગીરી કરવામાં ફોરેસ્ટ ટીમના વનરક્ષકો કે.વી.રોજાસરા, વિ.જે.ગોહિલ, કે.વી.પનારા અને વી.પી.સોલંકી જોડાયા હતા. આ રેસ્ક્યુ વખતે ત્યાં એકઠા થયેલા લોકોએ ફોરેસ્ટની આ કામગીરીને બિરદાવી હતી અને તેમને અભિનંદન આપ્યા હતા.

કબુતરના રેસ્ક્યુનો જુઓ વિડિયો…

આ વીડિયો કપ્તાનને નિલેશભાઈ ખત્રીએ આપેલ છે.

આ સમાચારને શેર કરો