વાંકાનેર: ખેડૂતોની વહારે “આપ”, વીજળીના પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા આવેદન

વાંકાનેર: આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા ખેડૂતના વીજળીના પ્રશ્ને કાર્યપાલક ઈજનેરને આવેદન આપવામાં આવ્યું હતું.
હાલ ખેડૂતોને તંત્ર દ્વારા 8 કલાક ના બદલે 6 કલાક વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. આ 6 કલાકમાં પણ ફોલ્ટ કે અન્ય કારણોસર પૂરો વીજ પુરવઠો મળતો નથી. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આજે પરિસ્થિતિ એવી છે કે વીજળીના અભાવે ઉભા પાક સુકાઈ રહ્યા છે
ખેડૂતોની અવાર નવાર આવતી ફરિયાદો ને લઈ ને આમ આદમી પાર્ટી દ્વારા તાત્કાલિક ધોરણે આવેદન આપી ને આ સમસ્યા નું સમાધાન કરવા માટે રજુઆત કરવામાં આવી હતી.
આ આવેદન માં આમ આદમી પાર્ટીમાંથી જિલ્લા ઉપ પ્રમુખ તોફિક અમરેલીયા, જિલ્લા મંત્રી અર્જુનસિંહ વાળા ,તાલુકા પ્રમુખ ગનીભાઈ બાદી અને કાર્યકર્તાઓ એ હાજરી આપી હતી.
