Placeholder canvas

ટંકારા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ જગદીશભાઈ દુબરીયાની વાડીએ ઉભા ઘંઉમા લાગી આગ…

ટંકારામાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની વાડીમાં ઉભા ઘંઉમાં આગ લાગતાં ઘઉંનો પાક બળીને ખાખ થઇ ગયો છે.

મળેલી માહિતી મુજબ ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ દુબરીયા ઉર્ફે જગુદેશીની વાડીએ આઠ વીઘાના ઘઉં નું વાવેતર કર્યું હતું તેમાં આજે લાઈટના TCમાથી તણખો પડતાં આગ લાગી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘઉં પાકી ગયા હોવાથી એક બે દિવસમાં જ કાપણી કરીને નકરા કરવાનું કામ કરવાનું હતું તે પૂર્વે જ આજે આગ લાગી જતા ખેડૂતને મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. આ આઠ વીઘાના ઘઉં સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા છે જેમના કારણે ખેડૂતને લાખો રૂપિયાની નુકશાની થયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે ઘંઉમા આગ લાગી હતી તેમની બાજુમાં અન્ય ખેડૂતોના પણ ઘણું ઉભા હતા અને તે પણ પાક ઉપર આવી ગયા હોવાથી આજુબાજુના ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. પરંતુ સદ્નનશીબે આગ વધુ ન ફેલાતા આજુબાજુના ઘઉં બચી જતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જુવો વિડિયો…

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો