Placeholder canvas

અગિયાર વર્ષ બાદ પણ પ્લોટ ન મળતા આમ આદમી પાર્ટી દ્વારા ટી.ડી.ઓ.ને આવેદન આપ્યું

વાંકાનેર : આજ રોજ આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા વાંકાનેર તાલુકાના વાંકીયા ગામના રમેશભાઈ સોલંકીને 11 વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત ના મુખ્ય મંત્રી હતા ત્યારે ઘરવિહોણા લોકોને પ્લોટ ફાળવવામાં આવેલ હતા તે અંતર્ગત રમેશભાઈ સોલંકીને ૨૦૧૧ માં પ્લોટ ફાળવવા હુકમ કરવામાં આવેલ હતો.

ત્યારબાદ આજ દિન સુધી અરજદાર એ તાલુકા પંચાયત કચેરીને ધક્કાઓ ખાધા પણ આજ દિન સુધી પ્લોટ કે સનત મળેલ નથી. ઉપરોક્ત બાબત આમ આદમી પાર્ટી – વાંકાનેર પાસે આવતા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ તારીખ ૨૦/૬/૨૦૨૨ના વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપીને તાત્કાલિક સનત આપવામાં આવે અને પ્લોટની ફાળવણી કરવામાં આવે એવી રજુઆત કરવામાં આવી હતી.

આ કામે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી દિલીપભાઈ ચાવડા ,અર્જુનસિંહ વાળા,આરીફ બ્લોચ અને સક્રિય કાર્યકર તોફિક અમરેલીયા હાજર રહેલ હતા.

આ સમાચારને શેર કરો