Placeholder canvas

વાંકાનેર: શહેર પોલીસે રાતીદેવળી અને ચંદ્રપુરમાંથી તેર પત્તા પ્રેમીઓ પકડીયા

વાંકાનેર શહેર પોલીસ દ્વારા ચંદ્રપુર અને રાતીદેવડી ગામે જુદી જુદી બે રેડ કરી ને 13 પત્તા પ્રેમીઓ ઝડપી પાડ્યા

વાંકાનેર: શહેર પોલીસ દ્વારા રાતીદેવડી અને ચંદ્રપુરમાં જુગારની જુદી જુદી બે રેડ કરીને કુલ મળીને ૧૩ જુગારીઓ ૭૦,૯૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેરના રાતીદેવળી ગામની ભામણીયા સીમમાં ઇસ્માઇલભાઇ રહીમભાઇ માણસીયા તેની વાડીની ઓરડીમાં જુગાર રમાડતા હોવાની બાતમી સ્ટાફના પ્રતીપાલસિંહ વાળા તથા કૃષ્ણરાજસિંહ ઝાલાને મળી હતી.જેના આધારે રેડ કરતા આરોપીઓ ઈસ્માઈલભાઈ રહીમભાઇ માણસીયા જાતે મોમીન (ઉ.વ.૩૬) રહે.રાતીદેવળી તા.વાંકાનેર જી.મોરબી, નજરૂદ્દીનભાઈ મામદભાઈ માથકીયા જાતે મોમીન (ઉ.વ.૩૭), રહે.રાતીદેવળી, નશરૂલ્લાભાઈ નુરમામદભાઈ કડીવાર જાતે મોમીન (ઉ.વ.૩૦), રહે.રાતીદેવળી, જાહીદભાઈ હાજીભાઈ માથકીયા જાતે મોમીન (ઉ.વ.૩૧) રહે.રાતીદેવળી, અયુબભાઈ મીમનજીભાઈ કડીવાર જાતે મોમીન (ઉ.વ.૩૮) રહે.રાતીદેવળી, યુસુફભાઈ ઉસ્માનભાઈ બાદી જાતે મોમીન (ઉ.વ.૫૦) રહે.રાતીદેવળી, ગુલાબભાઈ નુરમામદભાઈ કડીવાર જાતે મોમીન (ઉ.વ.૩૫), રહે.રાતીદેવળી, તોસીફભાઈ હસનભાઈ માથકીયા જાતે મોમીન (ઉ.વ.૨૭) રહે.રાતીદેવળી અને હનીફભાઈ રહીમભાઈ માણસીયા જાતે મોમીન (ઉ.વ.૩૦) રહે. રાતીદેવડી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપિયા ૨૪૭૦૦ અને અન્ય મુદ્દામાં મળીને કુલ ૬૦,૭૦૦ રૂપિયા નો મુદ્દા માલ કબજે કરેલ છે અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચંદ્રપુર

જ્યારે બીજી રેડમાં ચંદ્રપુર નસીબ પાનવાળી શેરીમા સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમા અમુક ઈસમો જુગાર રમતા હોવાની માહિતી કૃષ્ણરાજસિંહ ઝાલા અને હીરાભાઈ મઠીયાને મળી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે આશીફભાઈ ઉસ્માનભાઈ વડાવીયા જાતે મોમીન (ઉ.વ.૨૮), મકબુલભાઈ અબ્દુલભાઈ વકાલીયા (ઉ.વ.૩૬), ઈમ્તિયાઝભાઈ મામદભાઈ શેરસીયા જાતે મોમીન (ઉ.વ.૩૨) અને મયુદીનભાઈ અબ્દુલભાઈ પીંડાર જાતે મોમીન (ઉ.વ.૨૮) રહે. બધા ચંદ્રપુર તા.વાંકાનેર જી.મોરબી જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૦,૨૫૦ ની રોકડ કબજે કરીને જુગારધારા મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બન્ને રેડની કામગીરીમાં ઇનચાર્જ પીઆઇ બી.પી.સોનારા તથા એ.એસ.આઈ હીરાભાઈ મઠીયા, પ્રદીપસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર, બળદેવસિંહ જાડેજા, હરદીપસિંહ ઝાલા, દીવ્યરાજસિંહ ઝાલા, મુકેશભાઇ વાસાણી, પ્રતીપાલસિંહ વાળા તથા કૃષ્ણરાજસિંહ ઝાલા દ્રારા કરવામાં આવેલ છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/CHRcdf3A9ymG3TS54CvHjf

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો