Placeholder canvas

આ 6 ખરાબ આદતો તમને જલ્દી બનાવશે વૃદ્ધ અને રોગી.

ખરાબ ખાનપાન અને ખરાબ જીવનશૈલીથી તમારા જીવન પર ઘણી ખરાબ અસર પડે છે. આવા ખાનપનના કારણે તમે રોગનો શિકાર બની શકો છો. માત્ર એટલુંજ નહિ… સમય પહેલા વૃદ્ધ પણ થઈ શકો છો.

ખરાબ ખાનપાન અને ખરાબ જીવનશૈલીથી તમારા જીવન પર ઘણી ખરાબ અસર પડે છે. આવા ખાનપનના કારણે તમે રોગનો શિકાર બની શકો છો. માત્ર એટલુંજ નહિ… સમય પહેલા વૃદ્ધ પણ થઈ શકો છો. ખોરાક આપણા સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચાને પણ અસર કરે છે. ખાવાની ખરાબ આદતોના કારણે વ્યક્તિને સમય પહેલા અનેક રોગો ભરડો લઇ લઈએ છે, તેની ત્વચા પણ નિસ્તેજ દેખાવા લાગે છે અને તેના ચહેરા પર કરચલીઓ પડી જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ તેની ઉંમર કરતા મોટી દેખાય છે. જો તમને પણ આવી સમસ્યા હોય તો તમારે તમારી ખાવાની આદતો ચોક્કસથી જોઈ લેવી જોઈએ. ખાવાની આવી ઘણી આદતો છે જે લોકોને માત્ર બીમાર જ નહી પણ તેના કારણે વ્યક્તિ વૃદ્ધ પણ દેખાવા લાગે છે. તમારી ખરાબ આદતો તમારૂ આખું જીવનને ખરાબ કરી શકે છે એટલું જ નહીં પણ તમારે અનેક સ્વાસ્થ્ય સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. તો જાણી લો તમારે શુ કરવું રહયુ…

પૂરતી ઊંઘનો અભાવ – જો ઉંઘ યોગ્ય રીતે પૂરી ન થાય તો પણ આ સમસ્યા આવી શકે છે. ઊંઘ ન આવવાથી તણાવ વધે છે અને તેની અસર ચહેરા પર જોવા મળે છે. જેના કારણે આંખોની નીચે કાળા કુંડાળા દેખાવા લાગે છે. ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. તેથી ઓછામાં ઓછા 8 કલાકની નિયમિત પણે ઊંઘ કરવી જરૂરી છે.

ધુમ્રપાનની આદત– ધૂમ્રપાન કરનારાઓના ચહેરા પર કરચલીઓ પડી જાય છે. ધૂમ્રપાન દરમિયાન નીકળતો ધુમાડો મુક્ત રેડિકલનું કારણ બને છે. તેના કારણે તમારી ત્વચા સમય પહેલા વધુ પરિપક્વ દેખાવા લાગે છે. તમે ઉંમર કરતા વધારે મોટા દેખાશો. આ સિવાય ધૂમ્રપાન તમારા ફેફસાંને ખૂબ જ નુકસાન કરે છે. આમ ધૂમ્રપાન કે તમાકુની કોઈ પણ વસ્તુ આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.

વધુ ખાંડ ખાવાની આદત – ખાંડનું વધુ પડતું સેવન પણ વ્યક્તિને બીમાર કરે છે. ત્વચામાં કોલેજન અને ઇલાસ્ટિન નામના બે પ્રોટીન જોવા મળે છે, જે ત્વચાને હાઇડ્રેટેડ અને ચમકદાર રાખે છે. પરંતુ વધુ માત્રામાં ખાંડનું સેવન કરવાથી આ બંને પ્રોટીન નબળા પડી જાય છે અને વ્યક્તિની ત્વચાની ચમક ગાયબ થઈ જાય છે. સમય પહેલા તેના ચહેરા પર ઉંમરની અસર દેખાવા લાગે છે. આ સિવાય સુગર ડાયાબિટીસ અને અન્ય સમસ્યાઓનું કારણ પણ મહદ અંશે ખાંડ જ બને છે. આમ વધુ પડતી ખાંડ પણ આરોગ્ય માટે નુકસાનકારક છે.

વધુ પડતા મીઠાનું સેવન – ઘણા લોકોને વધુ પડતું મીઠું ખાવાની આદત હોય છે. વધુ પડતું મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. વધુ પડતું મીઠું ખાવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે. તેનાથી તમારા શરીરમાં અનેક બીમારીઓ થઈ શકે છે. આ ઉપરાંત તમારી ત્વચા પણ નિસ્તેજ દેખાય છે.

પૂરતી માત્રામાં પાણી ન પીવું – જે લોકો ઓછું પાણી પીવે છે, તેઓ ડીહાઈડ્રેશનની સમસ્યાથી પણ પરેશાન થઈ શકે છે. ડિહાઇડ્રેશનને કારણે શરીરના ઝેરી તત્વો બહાર નથી નીકળી શકતા અને સમય પહેલા અનેક પ્રકારની બીમારીઓ પરેશાન કરવા લાગે છે. આ સિવાય તમારી ત્વચાની ચમક ગાયબ થઈ જાય છે અને વ્યક્તિ અકાળે વૃદ્ધ દેખાય છે. અને ખાસ કરીને પથરીના પ્રોબ્લેમ થાય છે.

વધુ દારૂ પીવો– વધુ પડતો દારૂ પીવાની આદત પણ વ્યક્તિને જલ્દી વૃદ્ધ કરી નાંખે છે, સાથો સાથ આવી વ્યક્તિને ઘણી બીમારીઓ પણ આપે છે. વધુ પડતા આલ્કોહોલ પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થાય છે, જેની અસર ત્વચા પર પણ જોવા મળે છે. આ સિવાય ફેટી લિવર, કોલેસ્ટ્રોલ વગેરેની સમસ્યા રહે છે. દારૂ સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી.

જો આપનામાં આ 6 ખરાબ ટેવમાંથી કોઈ ટેવ હોય અને તેમાં જો આપ સુધારો નહીં કરો તો આ તમામ સમસ્યાનો સામનો કરવો પડશે… અકાળે આપ વૃદ્ધ જેવા લાગશો અને અનેક બીમારીના શિકાર બનતા રહેશો. તમારી જીવનશૈલીમાં સુધારો નહીં કરો તો તમારે દવાખાના ચક્કર સતત ચાલુ રહેશે આ તમામ થી છુટકારો મેળવવા અને સારું જીવન જીવવા અને તમારા પરિવારને સુખમય અને સધ્ધર બનાવવા માટે ખરાબ આદતો છોડવી ખૂબ જ જરૂરી છે.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો