Placeholder canvas

દેશમાં પ્રથમ રાજકોટવાસીમાં મળ્યું ‘EMM નેગેટિવ’ બ્લડ ગ્રુપ, લોહી ન મળતાં મૃત્યું થયું

આખી દુનિયામાં આ EMM બ્લડ ગ્રુપની માત્ર 10 વ્યક્તિ જ છે!

(વિશેષ સમાચાર) સામાન્ય રીતે અત્યારે આપણે A, B, O અને AB આમ ચાર પ્રકારના બ્લડ ગ્રુપ વિશે સાંભળ્યું હતું. પરંતુ રાજકોટના એક વૃદ્ધમાંથી EMM નેગેટિવ બ્લડ ગ્રુપ અતિ દુર્લભ ગોલ્ડન કલરનું બ્લડ મળી આવ્યું છે.

રાજકોટના એક વૃદ્ધને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં તેમને બ્લડની જરૂર પડી ત્યારે બ્લડ ગ્રુપીંગ કરવામાં આવતા તેમનું આ મુખ્ય ચાર બ્લડ ગ્રુપમાંથી કોઈ ગ્રુપ સાથે તેમનું બ્લડ મેચ ન થયું ! જેથી આ વાત અમદાવાદ પહોંચી ત્યાં પણ એ જ પ્રશ્નો સામે આવ્યો ત્યાંથી સુરત વાત પહોંચી અને સુરતથી ન્યૂયોર્ક સુધી વાત પહોંચી…

ન્યૂયોર્કથી ચોકાવનારી વાત બહાર આવી કે આ વૃદ્ધમાં ગોલ્ડન બ્લડ એટલે કે EMM નેગેટિવ લોહી હતું. ડોક્ટરોના કહેવા મુજબ ભારતમાં આ પહેલી વ્યક્તિ છે જેમનું આ બ્લડ ગ્રુપ મળી આવ્યું, આ બ્લડ ગ્રુપ એવા લોકોમાં જ મળે છે કે જેમનામાં ઇએમએમ હાઈ ફિક્વન્સીની ખુબ જ અછત હોય, આ બ્લડ ગ્રુપ વાળી વ્યક્તિ કોઈને બ્લડ આપી નથી શકતી કે ન તો કોઈ પાસેથી બ્લડ મેળવી શકે છે. આ વૃદ્ધને તેમના સંતાનનું બ્લડ પણ મેચ થયું ન હતું, આખરે આ વૃદ્ધને બ્લડ ન મળતા તેમનું અવસાન થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઇ.એમ.એમ બ્લડ ગ્રુપ વાળી ભારતની આ પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે, જયારે આખી દુનિયામાં પણ આવા EMM બ્લડ ગ્રુપ વાળા દશેક વ્યક્તિ જ હોવાનું સામે આવ્યું છે.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ વીડિયો પણ જુઓ

દમણ-ગંગા નદી પર વલસાડ પાસે આવેલ મધુવન ડેમ ઓવરફલો થતા તેમના બધા જ દરવાજા ખોલવામાં આવ્યા હતા. તે સમયનો મનમોહક, લાજવાબ, મસ્ત નજારો જોવા માટે આ વિડીયો પૂરો જુઓ…

કપ્તાન ન્યુઝની youtube ચેનલ લાઈક કરો, સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પુસ કરો.

આ સમાચારને શેર કરો