Placeholder canvas

સૌરાષ્ટ્રમાં હવે ઉઘાળ પણ ક્યારેક ઝાપટા કે હળવો વરસાદ પડશે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બે સપ્તાહથી સતત ધમરોળી રહેલા મેઘરાજા હવે પોરો ખાસે અને હવે એક સપ્તાહ રાહત મળવા સાથે છુટોછવાયો હળવો-મધ્યમ વરસાદ પડવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

સમગ્ર ગુજરાતમાં 86 ટકા વધુ વરસાદ થયો છે. રસપ્રદ વાત એ છે કે સમગ્ર રાજયમાં રેલમછેલ અને સરેરાશથી વધુ વરસાદ છતાં ગાંધીનગર તથા દાહોદ જીલ્લામાં વરસાદની અનુક્રમે 32 ટકા તથા 27 ટકાની ખાધ છે.

તા.16થી22 જુલાઈની આગાહી કરતા તેઓએ કહ્યું કે સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે ભારે વરસાદમાંથી રાહત મળવાની શકયતા છે. અમુક દિવસોમાં છુટોછવાયા ઝાપટા-હળવો-મધ્યમ વરસાદ થઈ શકે છે.

સૌરાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં વરસાદની માત્રા વધુ રહેશે. ઉતર-મધ્ય ગુજરાતમાં આગાહીના અમુક દિવસોમાં 20થી40 મીમી તથા દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસોમાં 20થી60 મીમી વરસાદ થવાની સંભાવના છે. ચોમાસા સીસ્ટમ અને વરસાદ વિશે હવામાન વિભાગની સૂચના અનુસરવા તેઓએ ચોખવટ કરી હતી.

આ સમાચારને શેર કરો