Placeholder canvas

આજે ઇસ્લામી ‘નૂતન વર્ષ’ અને ‘મહોરમ’નો થયો પ્રારંભ…

ઇસ્લામી નૂતન વર્ષનો ગઇ કાલે સાંજનાં ચંદ્રદર્શન થતા ઇસ્લામિક નવા વર્ષની મગરીબની નમાઝથી પ્રારંભ થયું. જેમની સાથો સાથ હઝરત ઇમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વ્હોરેલી શહાદતની યાદમાં મનાવાતા ‘મહોરમ’ના પર્વ પણ શરૂ થયું. મહોરમ માસના પ્રથમ 10 દિવસ દરમિયાન શહેરના મુસ્લીમ વિસ્તારોમાં વાએઝ-ન્યાઝ અને તકરીરના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં શબીલો ઉભી કરવામાં આવી છે. જેના મારફત દૂધ કોલ્ડ્રીંક્સ, ઠંડાપીણાનું વિતરણ કરવામાં આવશે. મુસ્લીમ સમાજના ઇસ્લામી નૂતન વર્ષ હીજરી 1445નો ગઇ કાલની સાંજથી પ્રારંભ થયો. તેની સાથોસાથ મહોરમનું પર્વ પણ શરુ થયેલ છે.

મહોરમના પર્વમાં તા. 8 અને 9ના કલાત્મક તાજીયાનું જુલુસ પરંપરાગત રુટ પર નીકળશે. જોગનું જોગ ગત 18 તારીખથી હિન્દુ સમાજનો 18 વર્ષ બાદ અધિક શ્રાવક માસનો પણ પ્રારંભ થયો છે. જેને પુરૂષોત્તમ માસ તરીકે જાણવામાં આવે છે. અધિક માસમાં શુભ કાર્યો વર્જીત છે. પુરૂષોત્તમ માસમાં ધર્મ, ભકિત, આરાધના ફળદાયી નીવડે છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં શરૂ થયેલ અધિક માસમાં ભાવિકો ભગવાન વિષ્ણુ, મહાદેવની ભકિત કરશે. જ્યારે ગઇ કાલે સાંજના ચંદ્ર દર્શન થતા જ મગરીબની નમાઝ બાદ ઇસ્લામી નૂતન વર્ષ અને મહોરમના પર્વનો પ્રારંભ થયો. આ દસ દિવસ મુસ્લિમો હ.ઇમામ હુસેન અને તેમના 72 જાંનશીનોને યાદ કરશે અને ઠેર ઠેર વાયઝનું આયોજન કરવામાં આવે છે.તેમની યાદમાં સબિલ, ન્યાઝનું વિતરણ કરવામાં આવે છે.

કપ્તાન પરિવાર તરફથી તમામ મુસ્લિમ બિરાદરોને નવા વર્ષની ખુબ ખુબ મુબારકબાદી અને શરૂ થયેલ મોહરમના પર્વમાંથી અને હઝરત ઈમામ હુસેનના જીવનમાંથી શીખ મેળવી પોતાના જીવન ઉતારીને જીવન વિતાવે એ માટેની શુભેચ્છાઓ….

આ સમાચારને શેર કરો