Placeholder canvas

વાંકાનેર:કપાસ વેચવા આવેલા ખેડૂતના ખીચામાંથી ગઠિયાએ 57હજાર રૂપિયા સેરવી લીધા.

વાંકાનેર : વાંકાનેરમાં કોઈ ખોફ કે ડર વગર ગઠિયાઓ અને ચોર પોતાની કળા છાશ વારે કરી રહ્યા છે. ગત શનિવારે આવી જ ઘટના વાંકાનેરની ભાગોળે ચંદ્રપુર પાસે ઘટી હતી. વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાંથી કપાસ વેચી રોકડ ખિસ્સામાં મૂકી જઈ રહેલા ખેતમજૂરને ઓટો રીક્ષામાં મુસાફરના સ્વાંગમાં ગઠિયો ભટકાઈ જતા ખિસ્સામાંથી રોકડા રૂપિયા 56,700 સેરવી લેતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળેલી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વાતની અને હાલમાં ખેરવા ગામે પથુભા ઝાલાની વાડીએ ખેતમજૂરી કરતા દીતેલીયાભાઈ ઉર્ફે રમેશ ભલજીભાઈ રાઠવા ગત તા.11 ફેબ્રુઆરીના રોજ વાંકાનેરના ચંદ્રપુર માર્કેટીંગ યાર્ડથી કાળા કલરની સી.એન.જી રીક્ષા નંબર- જીજે – 5985માં બેસીને જતા હતા ત્યારે રીક્ષામાં પાછળ બેઠેલા એક 25થી 30 વર્ષના અજાણ્યો ઈસમે ખેતમજુરે કપાસ વેચાણના ખીસ્સામા રાખેલ રોકડા 56,700 સેરવી લેતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચારને શેર કરો