Placeholder canvas

વાંકાનેર: દુકાનની દિવાલ તોડીએ ચોર 1000 કિલો સાબુની ચોરી કરી ગયા..!!!

વાંકાનેર: થાન રોડ પર જાલી ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ કોમ્પલેક્ષમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી તસ્કરો સાબુના ગોડાઉનમાંથી 1000 કિલોગ સાબુ અને વજન કાંટો ચોરી કરી જતાં બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે….

મળેલી માહિતી જબ વાંકાનેરના થાન રોડ ઉપર જાલી ગામના બસ સ્ટેન્ડ નજીક નવા કોમ્પલેક્ષમાં ફરિયાદી સુરેશભાઈ કાળુભાઇ રાઠોડનું સાબુનું ગોડાઉન આવેલ હોય જેમાં તસ્કરોએ દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી તેમાંથી 1000 કિલો સાબુ (કિંમત રૂ. ૧૮,૮૮૦)નો જથ્થો અને એક વજનકાંટા (કિંમત રૂ. ૧૬,૦૦૦) સહિત કુલ રૂ. 34,880ના મુદ્દામાલની ચોરી કરી જતાં બાબતે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ આઇપીસી કલમ 454, 457, 380, 427 મુજબ ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….

આ સમાચારને શેર કરો