Placeholder canvas

રાજકોટ:એકી સાથે ધળાધળ 6 વાહનોનો થયો અકસ્માત, ટ્રાફીક જામ

રાજકોટ :આજે સવાર સવારમાં રાજકોટના કોઠારીયા પાસે એકી સાથે છ ગાડીના અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે.

મળેલી માહિતી મુજબ આજે સવારના આઠ વાગ્યા ની આસપાસ રાજકોટ કોઠારીયા સોલ્વન્ટ,સૌરાષ્ટ્ર હોટલ પેટ્રોલ પંપની બાજુમાં એક પછી એક એમ છ વાહનોના એકી સાથે અકસ્માત થયા છે. જેમના કારણે અહીંયા ભારે ટ્રાફિકજામ થઈ ગયો છે. મળેલી માહિતી મુજબ આગળ ગાડીએ અચાનક બ્રેક મારતા એકની પાછળ એક એમ છ વાહનો એકબીજાના ઠાંઠામાં અથડાયા હતા.

ઘતનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવવા માટેની જહમત શરૂ કરી હતી તેમજ ઇજાગ્રસ્તોની હોસ્પિટલે પહોંચાડવા માટે કામગીરી હાથ ધરી હતી. અકસ્માત થતાની સાથે આજુબાજુમાંથી લોકો મદદે દોડી આવ્યા હતા.

આ સમાચારને શેર કરો