skip to content

વાંકાનેર: પાંચદ્વારકા ગામે ગૌચરની જમીન મામલે યુવકને માર માર્યો

વાંકાનેરમાં યુવકે ગૌચરની જમીન ખુલ્લી કરાવવા ગ્રામ પંચાયતમાં અરજી કરતાં તેમના જ ગામમાં રહેતા પિતા-પુત્રએ યુવકને ઢોરમાર માર્યો હતો. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

વાંકાનેરના પાંચદ્રારકા ગામે રહેતા પરબતભાઇ બચુભાઇ પાંચીયાએ આરોપી રિયાજ ખલુલભાઇ બાદી અને ખલુલભાઇ મામદ જલાલભાઇ બાદી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૦૯નાં રોજ સાંજનાં પાંચ વાગ્યે પોતાના ઢોર લઇને તેઑ ઘરે આવતા હતા ત્યારે ગામના પાદરમાં આવતા આરોપી રિયાજ તેના પિતા ખલુલભાઇ તેમને સામા મળ્યા હતા અને કહેલ કે, તમે કેમ ગૌચરની જમીન ખુલ્લી કરાવવા ગ્રામ પંચાયત અને મામલતદારમાં અરજી કરો છો’ તેમ કહી ગાળો ભાંડી હતી.

જેથી પરબતભાઇએ બંન્નેને ગાળો બોલવાની ના પાડતા રિયાજનાં હાથમાં પાવડો હોય, તેણે ઉશ્કેરાઈને પરબતભાઇને પાવડો મારતા તેમના ડાબા પગમાં મુંઢમારની ઇજા થયેલી અને ખલુલભાઇનાં હાથમાં લાકડી હોય, જે લાકડી પરબતભાઇ ને વાસામાં મારતા તેઓ પડી ગયા હતા. એ સમયે અન્ય લોકો આવી જતાં બંન્ને બાપ-દીકરો ત્યાથી નાસી ગયા હતા. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો