Placeholder canvas

રાજકોટ: મહિલાને આંતરી સ્પ્રે છાંટી બંટી-બબલીએ રોકડ-દાગીના લૂંટી લીધા.

રાજકોટ : જામનગર રોડ પર સંજયનગર-2માં રહેતી વિધવા યાસ્મીન અબ્દુલરજાક બુકેરા વ્હોરા સોસાયટીમાં ઘરકામ કરવા જતાં હતાં ત્યારે તેઓની પાછળ આવેલા આશરે 30થી 40 વર્ષની ઉંમરના યુગલ જેઓએ સીનર્જી હોસ્પિટલ ક્યાં છે? કહી ઝેરી સ્પ્રે છાંટી સોનાના બુટીયા અને રોકડ સહિત રૂ.19 હજારની લૂંટ કરી નાસી જતા તેઓની સામે ફરિયાદ નોંધાવી હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ,જામનગર રોડ પર સંજયનગરમાં રહેતા યાસમીનભાઈ અબ્દુલભાઈ બુકેરા(ઉ.વ.42)એ ફરિયાદમાં એક યુવતી અને એક પુરુષ જેની અંદાજીત ઉમર ત્રીસથી 40 વર્ષની બતાવી છે.યાસ્મીનબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પુત્ર અમન સાથે રહુ છું અને મારી દિકરી અફશાના ના લગ્ન થઇ જતા તે સાસરે છે અને મારા પતિનું સાતેક વર્ષ પહેલા અવસાન થયું હતું.હું પારકા ઘરકામ કરી મારા પરીવાર નું ગુજરાન ચોલાવું છુ.તા.30/06 ના સવારના હું ચાલીને મારા ઘરેથી વોરા સોસાયટી ખાતે જમીલાબેન ના ઘરે કામ કરવા જતી હતી.

ત્યારે ગાયત્રીધામ આગળ મનમોહન મારબલ ની પાછળ બગીચા પાસે જતી હતી ત્યારે એક બાઇક જેમા આગળ પાછળ નંબર ના હોય તે ઉભેલ પરંતુ તેમા એક પુરૂષ અને એક સ્ત્રી પાછલ બેઠેલા હતા તેઓની ઉમર આશરે ત્રીસ થી સાલીસ વર્ષનો હતી. તેઓએ મને સીનર્જી હોસ્પીટલ જવાનો રસ્તો પુછતા મે તેઓને ગાયત્રીધામ બાજુ જવાનો રસ્તો બતાવ્યો હતો એટલામા મને પાછળ બેઠેલી સ્ત્રીએ મને પાટું મારતા હું પડી ગયેલ એટલે આ સ્ત્રી અને પુરૂષ બાઇકમાથી ઉતરી ગયા હતા અને મે કહેલ કે મને વાંક ગુના વગર મારો છો

એટલે આ સ્ત્રીએ મને ચુપ કરાવી દીધી હતી અને મે રાડા રાડી કરતા મને માથાના ભાગે એક લાકડા નું બટકુ મારી દિધેલ અને ઢીકાપાટુંનો માર મારવા લાગ્યા હતા અને મારી પાસે રહેલ થેલી ઝુટાવાની કોશિશ કરેલ એટલે મે થેલી પકડી રાખતા તેણે તેની સાથે રહેલ પુરૂષને કહેલ કે જલ્દી સ્પ્રે કાઢીને છાટ એટલે આ પુરૂષે મને મોઢા તથા આંખોના ભાગે ઝેરી સ્પ્રે છાટી દેતા મને મોઢું તેમજ આંખો બળવા લાગતા હું અર્ધબેભાન જેવી થઇ ગયેલ એટલે મારા કાનમાંથી અડધા તોલાના સોનાના બુટીયા આ સ્ત્રી પુરુષે કાઢી લીધા હતા.

મારા હાથની થેલી ઝુટવી લીધી હતી અને તેમા રહેલ રૂ.4000 રાખેલ પાકીટ લઇ ગયેલ અને મોબાઇલ તોડી નાખ્યો હતો તેમજ હું ત્યા વીસ થી પચ્ચીસ મિનિટ સુધી પડી રહ્યા બાદ મને થોડું ભાન આવતા મારા હાથમા થેલી રાખી દિધેલી હતી અને તુટેલો ફોન થેલીમા રાખી દિધેલ હતો બાદ હું લથડીયા ખાતી ખાતી ધીરે ધીરે ચાલીને મનમોહન મારબલ ના ડેલા પાસે જામનગર રોડ ઉપર પોહચેલ ત્યારે અમારો ઓળખીતો સલમાન રીક્ષા લઇને નિકળેલ અને તે મને રીક્ષા મા બેસાડી વોરા સોસાયટી જમીલાબેન ના ઘરે હું કામ કરૂ છુ ત્યા મને લઇ ગયેલ બાદ બાદ હકીકત જણાવી પોલીસ મથકે ફરિયાદ કરી હતી.

આ સમાચારને શેર કરો