Placeholder canvas

રાજકોટના લોધિકા પાસે નદીના પૂરમાં તણાઇ કાર, ગામ લોકોએ સાત વ્યક્તિને બચાવ્યા

ભારે વરસાદના કારણે લોધિકા પાસે આવેલી નદીમાં ઘોડાપૂરના ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઇ ગઇ હતી.

રાજકોટઃ રાજકોટના લોધિકા પાસે ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યુ હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટના લોધિકામાં શુક્રવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે લોધિકા પાસે આવેલી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીમા પ્રવાહમાં એક કાર તણાઇ ગઇ હતી.

આ ઘટનાની જાણ ગામના લોકોને થતા તેઓએ કારમાં સવાર સાત લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ગામના તરવૈયાઓએ પોતાનો જીવને જોખમમાં મુકીને નદીમાં કૂદી પડ્યા હતા. બાદમાં સાતેય લોકોને દોરડા વડે ખેંચીને નદીના પૂરમાંથી બહાર  કાઢ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો