Placeholder canvas

ટંકારાના યુવાનને મળેલ ઓરીજનલ ડોક્યુમેન્ટ અને પૈસા સાથેનું પાકીટ મુળ માલિકને શોધી પરત કર્યું.

મોરબી: સરદારબાગ પાસે રોડ ઉપર પડેલ પૈસા અને ઓરીજનલ ડોક્યુમેન્ટ ભરેલ પાકીટ ટંકારાના ઈમરાન માડકીયાને મળ્યું હતું, તેમને મુળ માલિકને શોધી પાકીટ સોંપ્યું હતું.

મળેલ માહિતી મુજબ ટંકારા થી મોરબી કામ માટે જઈ રહેલ ઈમરાન માડકીયા સરદાર બાગ પાસે પહોચ્યા હતા જ્યા એમની નજર પૈસાથી ભરેલ પાકીટ ઉપર પડતા બાઈક પર ઉતરી તપાસ હાથ ધરી મોરબી પોલીસના ઝાબાજ જવાન રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર ફારૂકભાઈ યાકૂબભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે મુળ માલિક જીજ્ઞેશભાઈ પાડલીયાનુ હોય શોધખોળ આદરી તાકીદે ટેલીફોનિક સંપર્ક કરી ડોક્યુમેન્ટ અને પૈસા ભરેલ પાકીટ પરત મેળવવા સહયોગ કર્યો હતો આ પાકીટ મુસ્લિમ યુવાનોએ ઈમાનદારીનુ ઉતમ ઉદાહરણ પૂરું પાડી જીજ્ઞેશભાઈ સહિતના એ કામગીરી બિરદાવી હતી

વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સમાચાર મેળવવા માટે કપ્તાન ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવો.

કપ્તાન ન્યૂઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/FqcdyGKiZERIFEBdBaMU6c

આ સમાચારને શેર કરો