Placeholder canvas

ટંકારા: જબલપુર પ્રાથમિક શાળાના બાળકોએ વાલીઓના સહયોગ થી 3D ફિલ્મ નિહાળી

આજરોજ શ્રી જબલપુર પ્રાથમિક શાળામાં બાળકોમાં જીજ્ઞાશાવૃત્તિ વધે તેમજ ટેક્નોલોજી અને વિજ્ઞાનમાં રસ અને રુચિ કેળવાય તેમજ બાળકમાં કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા વિકસે તે હેતુસર વર્ષ દરમિયાન વાલીશ્રીઓએ આપેલ ફાળામાંથી શાળાના તમામ બાળકોને 3D ફિલ્મ બતાવવામાં આવી.3D ફિલ્મમાં 3D ઈફેક્ટમાં વપરાતી ટેક્નોલોજી અને સાધનોનો ઉપયોગ સાથે સૌરમંડળ, ડાયનાસોર વિશેની રસપ્રદ માહિતી , દરિયાઈ જીવ નિહાળી બાળકો ખૂબ જ ઉત્સાહિત અને રોમાંચિત થયા…

આ સાથે સાથે શાળાના બહેન જિજ્ઞાસાબેન કે ગાદોયા એ પોતાના જન્મ દિવસે શાળાના તમામ બાળકોને પફ નો નાસ્તો અને ધોરણ 6 થી 8 શ્રમ પરિવાર ના બાળકોને ટી શર્ટ આપી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો…

આ સમાચારને શેર કરો