‘મહા’ વાવાઝોડાના કારણે તા. 6 અને 7 ના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.
વાંકાનેર: મહા વાવાઝોડાનું સંકટ ગુજરાત ઉપર મંડરાયેલુ છે અને આ વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી છે.
આ મહા વાવાઝોડાને કારણે આગામી તારીખ 6 અને 7 નવેમ્બરના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે, અને માલ ભરેલા વાહનોનો પ્રવેશ બંધ રહેશે. તેવુ એપીએમસીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
વાંકાનેર એપીએમસી તારીખ 7 ના રોજ સાંજના સમયે વાતાવરણને આધારિત રજા લંબાવી કે નહીં તેમનો તેમજ માલ પ્રવેશ અંગેનો નિર્ણય કરશે. જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી માલ પ્રવેશ બંધ રહેશે. જેમની તમામ ખેડૂતો ભાઈઓ એ નોંધ લેવી.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…