વાંકાનેર: બે વિદ્યાર્થીઓએ પોલીસકર્મીનું મળેલ પાકીટ પરત કર્યું

વાંકાનેર : વિદ્યાર્થીઓને શાળાનાં ગેટ પાસેથી પૈસા સાથેનું પાકીટ મળી આવતા શાળાનાં શિક્ષિકો મારફત માલિકને પરત કરી કર્યુ હતું.

વાંકાનેરની કે. કે. શાહ હાઈસ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાગર હરેશભાઈ ડાભી તથા રાહુલ માવજીભાઈ ગુગડીયાને શાળાનાં દરવાજા પાસે જ એક પાકીટ પડેલ મળી આવતા તેઓએ આ પાકીટ શાળાનાં શિક્ષકને સોંપ્યું હતું, અને તપાસ કરતા તેમાં એ.ટી.એમ. કાર્ડ, આઈકાર્ડ અને સાતેક હજાર જેટલી રોકડ રકમ હતી.
આ પાકીટ વાંકાનેરના પોલીસ કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ વાળાનું હતું શિક્ષકે તેમનો સંપર્ક કરી તેમને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
