Placeholder canvas

વાંકાનેર: જિલ્લા, તાલુકા પંચાયતમાં અને નગરપાલિકામાં બીજા દિવસે કેટલા ફોર્મ ઉપડ્યા? એક ફોર્મ કોણે ભર્યું ? જાણવા વાંચો

વાંકાનેર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે ફોર્મ વિતરણનો બીજો દિવસ છે. વાંકાનેર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ફોર્મ ઉપાડવાની સાથે આજે પ્રથમ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઇ છે.

વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે આજે પ્રથમ દિવસે કુલ 12 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. નગરપાલિકામાં અત્યાર સુધીમાં કુલ 29 ફોર્મ ઉપડેલ છે. જ્યારે તાલુકા પંચાયતની 24 સીટો માટે આજે 41 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા, જે પૈકી તાલુકા પંચાયતમાંથી 17 અને મામલતદાર કચેરીમાંથી 24 ફોર્મ આજે ઉપડ્યા છે. આમ તાલુકા પંચાયતમાં અત્યાર સુધીમાં કુલ ૭૨ ફોર્મ ઉપડેલ છે. જ્યારે જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે આજે કુલ 16 ફોર્મ ઉપડ્યા છે, આમ જિલ્લા પંચાયતમાં અત્યાર સુધીમાં કુલ ૨૪ ફોર્મ ઉપડેલ છે.

વાંકાનેરમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં આજે બીજા દિવસે કુલ 69 ફોર્મ ઉપડેલ છે. જ્યારે આજ સુધી કુલ ૧૨૫ ફોર્મ ઉમેદવારોએ ઉપાડેલ છે.

આજે વાંકાનેર તાલુકામાં પ્રથમ ફોર્મ ભરાયું છે, વાંકાનેર તાલુકા પંચાયતની લુણસર બેઠક ઉપર કિરીટભાઈ વસાણીએ તાલુકામાં સૌપ્રથમ ફોર્મ ભરેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો