Placeholder canvas

મોરબી જિલ્લાના દરેક તાલુકાને રેગ્યુલર THO મળ્યા…

મોરબી જિલ્લાના દરેક તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસરનો PHCના ડોક્ટરને ચાર્જ આપીને ગાડું ધપાવવામાં આવી રહ્યું હતું. હવે કેટલાક વર્ષો બાદ મોરબી જિલ્લાના દરેક તાલુકામાં રેગ્યુલર તાલુકા હેલ્થ ઓફિસર મળ્યા છે.

મોરબી જિલ્લાના દરેક તાલુકામાં THOની ખાલી પોસ્ટ બદલી કરીને ભરવામાં આવી છે. મોરબી તાલુકા હેલ્થ ઓફિસર તરીકે લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડૉક્ટર રાહુલ કોટડીયાને, વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસર તરીકે તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર મંહમદઆરીફ શેરસિયા, ટંકારા તાલુકા હેલ્થ ઓફિસર તરીકે નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર આશીષકુમાર સરસાવાડીયા, હળવદ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ટિકર (રણ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર ભાવિન ભટ્ટી, માળિયા તાલુકા હેલ્થ ઓફિસર તરીકે મોબાઈલ દવાખાનાના ડૉક્ટર દિનેશ બાવરવાને મુકવામાં આવ્યા છે તેમજ લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર હાર્દીકકુમાર રંગપરિયાને ક્વોલિટી એસ્યોરન્સ, મેડિકલ ઓફિસર તરીકે અને ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંથી ડૉક્ટર ચેતન વારેવાડિયાને એપેડેમીક મેડિકલ ઓફિસર તરીકે મુકાયા છે.

જ્યારે ખાટલે મોટી ખોટ એ છે કે જે phc માંથી ડોક્ટરની બદલી કરીને THO તરીકે મૂકવામાં આવ્યા છે તે પીએચસીમાં ડોક્ટરની જગ્યા ખાલી રહેશે અને એ પીએચસીમાં લોકોને કેટલીક તબીબી મુશ્કેલીનો સામનો કરવાનો રહેશે. જોકે મોટાભાગે એવું જ બન્યું છે કે જે ડોક્ટરને કાયમી ટી.એચ.ઓ તરીકે મૂકવામાં આવ્યા છે એ જ ડોક્ટરો અત્યાર સુધી ચાર્જ માં હતા એટલે માત્ર ચોપડા ઉપર ચાર્જની જગ્યાએ રેગ્યુલર THO લખવા સિવાય વધુ કાંઇ ફેરફાર થયો નથી.. પણ હા વહીવટીતંત્ર અમે રેગ્યુલર THO આપ્યા એવો સંતોષ લઇ શકશે, જ્યારે પીએચસીમાં ડોક્ટરની ખાલી જગ્યા રહેશે અને લોકોને તબીબી સુવિધામાં અગવડતા ઉભી થશે તેમનું શું ?આવું પૂછનાર લોકોમાં કે આગેવાનોમાં કોઈ હોય તેવું લાગતું નથી એટલે જ આવા નિર્ણયો લેવાય છે. અને આરોગ્ય જેવી મહત્વની સુવિધાઓમાં પણ ડૉકટરની કેટલીક જગ્યાઓ ખાલી રહે છે.

આ સમાચારને શેર કરો