Placeholder canvas

આમરણ નજીક ટેન્કર પુલ નીચે ખાબક્યું : 23 ટન ફર્નેશ ઓઇલ નદીમાં ઢોળાયું 

મોરબીના આમરણ –જામનગર રોડ પર ટેન્કરનુ આગળનુ ટાયર ફાટતા ટેન્કર પલ્ટી ગયું હતું. જેને પગલે 23 ટન ઓઇલ ઢોળાઇ ગયું હતું. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જામનગરના મોટી ખાવડીના રહેવાસી ફરિયાદી સુબોધભાઇ બનારસીભાઇ રાઉતે મોરબી તાલુકા પોલીસમાં ટેન્કર ચાલક રામસીંગાર હવલદાર યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે જામનગર ખાતે તેમનું એક ટેન્કર GJ-12-AW-6816 આવેલું છે. જે ઓમ ટ્રાન્સપોર્ટમાં ચાલે છે અને રિલાયન્સ કંપનીમાં ફર્નિશ ઓઇલ ચલાવે છે. જેમાં ડ્રાઇવર તરીકે રામસિંગર નોકરી કરે છે.

ગત તારીખ 26 ફેબ્રુઆરી 2023ના રોજ તેમના ટેન્કરમાં જામનગર ખાતેથી રિલાયન્સથી ફર્નિશ ઓઇલ ભરવાનું હતું અને તેને મહેસાણા અમૂલ ડેરીમાં ખાલી કરવાનું હતું. એ માટે ડ્રાઇવરને ટેન્કરમાં 23 ટન 690 કિલોગ્રામ જેટલું ફર્નિશ ઓઇલ ભર્યું હતું. અને તારીખ 25 ફેબ્રુઆરી 2023ના રોજ ટેન્કર ત્યાંથી નીકળી ગયું હતું.

એ બાદ ટેન્કરના ડ્રાઇવરે પૂર ઝડપે ટેન્કર હંકારતા આમરણ –જામનગર રોડ આમરણ ગામના નાલા પાસે પહોચતા સવારના 6:30 વાગ્યે ડ્રાઇવર જ્યારે ટેન્કર લઈને જતો હતો એ વખતે ખાલી સાઇડનું આગળ નો ટાયર ફાટતાં ટેન્કર નાલામાં પડી જતા ઓઇલ ઢોળાઇ ગયું હતું અને ટેન્કરની કેબિનમાં તથા પાછળના ભાગમાં ટેન્કરને પણ ઘણી નુકસાની પહોંચી હતી.જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો