Placeholder canvas

વાંકાનેર: ફેકટરીમાં કામ કરતા શ્રમિકોની નોંધણી નહિ કરનાર ૩ લેબર કોન્ટ્રાકટર સામે કાર્યવાહી…

મોરબી જિલ્લામાં આવેલા વિવિધ ઉદ્યોગોમાં અનેક રાજ્યોમાંથી પરપ્રાંતે મજૂરો અહીં ધંધા રોજગાર માટે આવે છે, આ મજૂરોમાંથી ઘણા બધા મજૂરો એવા હોય છે જે તેમના વતનમાં કોઈના કોઈ ગુનામાં સંડોવાયેલા હોય છે અને અહીં ભાગીને આવેલા હોય છે.જેમાથી કેટલાક તો રીઢા ગુનેગાર જ હોય છે. આવા લોકો અહીં આવીને પણ ગુનાહિત કૃત્ય કરતા હોય છે. ત્યારે આવા લોકોને ડિટેક્ટ કરી શકાય તે માટે મોરબી એસ્યોર નામની એપ્લીકેશન કાર્યરત છે. જેમાં કોન્ટ્રાકટરોએ શ્રમિકોની નોંધણી કરાવવાનું જાહેરનામું અમલી છે. છતાં તેનો ભંગ કરનાર ૩ કોન્ટ્રાકટરો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસે લાકડધાર રોડ પર આવેલ સદભાવ સીરામીક કારખાનાના કોન્ટ્રાકટર કીરીટસિંહ મહીપતસિંહ તુવાર, લાકડધાર રોડ પર આવેલ લેમ્બ સીરામીક કારખાનામાં કાર્યરત કોન્ટ્રાકટર સોનુકુમાર શીવન નીષાદ , ઢુવા-માટેલ રોડ પર આવેલ ઇટકોસ ગ્રેનીટો સીરામીક કારખાનામાં કાર્યરત કોન્ટ્રાકટર શૈલેષભાઇ ધનજીભાઇ ડાકા વિરુદ્ધ જાહેરનામાં ભંગ બદલ ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસ કર્મચારીએ જાતે ફરિયાદી બની જણાવ્યું છે કે MORBI ASSURED એપ્સમાં પરપ્રાંતીય મજુરનું રજીસ્ટ્રેશન કરવા જાહેરનામું અમલી હોય છતાં ત્રણેય આરોપીએ પોતાની નીચે કામ કરતા મજુરના આઈડી પ્રૂફ મેળવ્યા ના હતા અને એપમાં રજીસ્ટર નહિ કરાવી જાહેરનામાં ભંગ કર્યો હોય જેથી ત્રણેય વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો