રાજ્યકક્ષાના નવરાત્રી મહોત્સવમાં વાંકાનેરની સ્કુલની વિધાર્થીનીઓએ ભાગ લીધો.
વાંકાનેર: હાલ સમગ્ર રાજ્યભરમાં નવરાત્રીમાં શહેરના લગભગ ખૂણે ખૂણે અને ગ્રામ્ય વિસ્તારમાં દાંડિયા, રાસ, ગરબા નું આયોજન થાય છે અને નાનાથી કરીને મોટા સુધી તમામ લોકો દાંડિયા કે રાસ ગરબા રમતા હોય છે.
ગુજરાત સરકારના યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિ -વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાનો નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના પ્રતિનિધિ તરીકે એલ કે સંઘવી અને વિધાભારતીની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. ત્યાં તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ રાજ્યકક્ષાના ગરબા મહોત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને શાળા પરિવાર ,ટ્રસ્ટીઓ પ્રધાન આચાર્ય દર્શનાબેન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/ECrcvp3DfMRGFfhWB6Hk2E